Western Times News

Gujarati News

રાજસ્થાનમાં ટ્રક અને ક્રુઝર વચ્ચે અકસ્માતઃ 11ના મોત

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં મંગળવારે ફરી એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જિલ્લાના શ્રીબાલાજી નગર પાસે ટ્રક અને ક્રુઝરમાં મોટો માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે 11 લોકોનાં મોત નીપજ્યાં અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. #Rajasthan  11 people killed after a cruiser collided with a truck in Nagaur tuesday morning. 7 others were seriously injured and were shifted to a hospital in Nokha, Bikaner

માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલો અને મૃતકોની સંભાળ લીધી હતી. અકસ્માત કેવી રીતે થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. ઘાયલોને સ્થાનિક લોકોની મદદથી નોખા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત નાગૌર જિલ્લાના શ્રીબાલાજી નગરના બાયપાસ પર સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ થયો હતો. તે સમયે 17 લોકો ક્રુઝરમાં સવાર થઇ જઈ રહ્યા હતા.

દરમિયાન શ્રીબાલાજી નગરના બાયપાસ પાસે એક ક્રુઝર ટ્રક સાથે અથડાયું હતું. ટક્કર એટલી ભયંકર હતી કે ક્રુઝર ભંગારમાં ફેરવાઈ ગયું. જેના કારણે ક્રુઝરમાં સવાર લોકો તેમાં ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

બાકીના 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મળતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને નોખા હોસ્પિટલમાં મોકલ્યા. ત્યાં વધુ ત્રણ ઘાયલ મૃત્યુ પામ્યા. બાદમાં બાકીના ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ બિકાનેર રીફર કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ સ્થળ પર લોહીથી રસ્તો લાલ થઈ ગયો હતો.

મૃતકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસ તેમની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ અકસ્માતનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે. અકસ્માતમાં 11 લોકોના મોતના સમાચારથી સમગ્ર જિલ્લો સ્તબ્ધ છે. તે જ સમયે, અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ત્યાંની પરિસ્થિતિ અને ચીસો સાંભળીને સહેમી ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.