Western Times News

Gujarati News

મહિલા ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટે 10 બેડનું ICU શરૂ કર્યું-પ્રધાનમંત્રી પુરસ્કાર માટે નામાંકિત થયા

પીપીપી ધોરણે સરકાર અને એક સામાજીક સંસ્થાની ભાગીદારીથી દસ આઇસીયુના બેડનો પ્રારંભ કરાવ્યો-

326થી વધારે જાહેર શૌચાલ્ય, 65,000થી વઘારે વ્યક્તિગત શૌચાલ્ય, 280 ડમ્પ યાર્ડ, અને ગામડાઓમાં 200 સેગ્રેશન શેડ, જ્યારે 47 ગામડાઓમાં તેમના ખર્ચે આધુનિક સ્મશાનગૃહનું નિર્માણ કરાવ્યું.

ભારતીય બ્યુરોકેટ્સ માટે મોટાભાગે એવું કહેવામાં આવે છે કે તેઓ સમુદાય વિશે થોડી કાળજી રાખીને નવીનતાથી સાવચેત છે. જો કે, કેટલાક અધિકારીઓ આ વલણને અવગણે છે, અને સમાજ માટે નવી શોધ કરી પાયોનીયર બને છે. સાચા અર્થમાં  “લોકો માટે ”.

તેલંગણાના ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ હરિ ચંદના દસારી સામાજિક પહેલ માટે આવું જ એક જાણીતું નામ છે. જેમણે હેલ્થકેરથી લઈને શિક્ષણ સુધી, ગ્રામ્ય રોજગારીથી લઇ સ્વચ્છતા સુધી આગવું યોગદાન આપ્યું છે. તાજેતરમાં હરિ ચંદના દસારીએ નારાયણપેટની જિલ્લા હોસ્પિટલમાં સરકાર અને એક સામાજીક સંસ્થાની ભાગીદારીથી દસ આઇસીયુના બેડનો પ્રારંભ કરાવ્યો હતો. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ અંતર્ગત આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે.

આઇટી મંત્રી કેટીઆરના હસ્તે તારીખ 6 જૂન 2021ના રોજ આ બેડનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડૉ. હરિ ચંદના દસારી પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના સભ્યોમાંથી એક છે જેઓ આ પ્રકારે દસ આઇસીયુ બેડના પ્રોજેક્ટને ફક્ત એક જિલ્લા પુરતુ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લાગુ કરી રહ્યાં છે.

દેશમાં કોરોનાકાળમાં કથળી ગયેલી અર્થતંત્ર વચ્ચે નારાયણપેટની જિલ્લા કલેક્ટરના પ્રયાસોથી 4000થી વઘારે મહિલાઓને માસ્ક બનાવવાની પ્રેરણા આપી રોજગારીની તક ઉભી કરી હતી. એક વર્ષના સમયગાળામાં આ ઉદ્યોગ સાહસે 50 લાખથી વધુનો નફો કર્યો હતો.

કામ અને સ્ટોક વગર હાથવણાટના વણકરો માટે રોગચાળો એક અનોખો પડકાર બની ગયો હતો. પરંતુ પ્રતિકૂળતા વચ્ચે પણ હરિ ચંદના દસારીએ હેન્ડલૂમ માસ્કની પહેલ શરૂ કરી સમગ્ર જિલ્લાને ગરીબીમાંથી ઉગારી લીધો હતો. તેઓ માને છે કે વિકાસની શરૂઆત પાયાનાસ્તરથી થવી જોઈએ, અને આ જ કારણ છે કે તેમની લગભગ તમામ પહેલ હાંસિયામાં ધકેલાયેલા સમુદાયોના ઉત્થાન માટે કરે છે.

ઝોનલ કમિશનરના દિવસોથી તેમની સખત મહેનની સાથે સર્જનાત્મકતાને કારણે ‘ઇનોવેશન ઇન ગવર્નન્સ’ કેટેગરી હેઠળ એવોર્ડ માટે શોર્ટલિસ્ટ થનાર હરિ ચંદના તેલંગણાના એકમાત્ર અધિકારી છે . ગામડાઓ અને શહેરોમાં સ્વચ્છતા જાળવવાથી લઇ 35000 વ્યક્તિગત સેનિટરી લેટ્રીન્સનું શહેરી વિસ્તારમાં નિર્માણ કરી તેઓ ઘણા બધા માટે એક મોડલ બ્યુરોક્ટસ બન્યાં છે.

જોકે, તેમના દ્વારા કરવામાં આવેલી પહેલની યાદી ઘણી લાંબી છે, તેમણે  35 મેટ્રિક ટન પ્લાસ્ટિકનું રિસાયક્લિંગ અને પુનઃ ઉપયોગની આગેવાની લીધી, લગભગ 38 જેટલા “ફીડ ધ નીડ” ફ્રિજ, 5 થીમ પાર્ક, અને 4 ખાતરના પ્લાન્ટની શરૂઆત કરાવી. આ ઉપરાંત તેમણે સમગ્ર જિલ્લામાં 85 લાખ વૃક્ષારોપણ કરાવ્યું છે.

326થી વધારે જાહેર શૌચાલ્ય, 65,000થી વઘારે વ્યક્તિગત શૌચાલ્ય, 280 ડમ્પ યાર્ડ, અને ગામડાઓમાં 200 સેગ્રેશન શેડ, જ્યારે 47 ગામડાઓમાં તેમના ખર્ચે આધુનિક સ્મશાનગૃહનું નિર્માણ કરાવ્યું.

હરિ ચંદના દસારની સ્વપ્નદ્રષ્ટા અને દૂરંદેશી તેમને બ્રિટિસ કાઉન્સિલના ‘સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ’ તરફ ખેંચી ગયા, જ્યા તેઓ લગભગ 1,500 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા.  દેશના 12 અન્ય જાહેર અધિકારીઓ સાથે ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ હરિ ચંદના જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે 2020ના પ્રધાનમંત્રી એવોર્ડ માટે પણ નામાંકિત થયા હતા.

બાયજુ અને જાગરન જોશ દ્વારા દેશના ટોપ-10 આઇએએસ અધિકારીઓની યાદીમાં પણ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત ધ બેટર ઇન્ડિયામાં તેઓ ‘IAS-હીરો પાવરિંગ રિસાયકલ ક્રાંતિ’, ધ પ્રિન્ટમાં ‘વિઝનરી IAS ઓફિસર’ તરીકે અને શી ધ પીપલમાં ‘ભારતની શ્રેષ્ઠ મહિલા IAS અધિકારી’ તરીકે દર્શાવામાં આવ્યાં હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.