Western Times News

Gujarati News

કુકરને ગ્રાઈન્ડરથી કાપીને બાળકનો જીવ બચાવાયો

આગ્રા, ઉત્તર પ્રદેશમાં તાજ નગરી આગ્રામાં એક દોઢ વર્ષનું બાળક રમતા-રમતા મુશ્કેલીમાં મૂકાઈ ગયું. માસૂમ બાળક રમતમાં એટલું ઓતપ્રોત થઈ ગયું હતું કે તેણે પોતાનું માથું કુકરની અંદર નાખી દીધું. તે જ્યારે માથું બહાર કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યું તો તે ગભરાઈ ગયું કારણ કે માથું કુકરમાં ફસાઈ ગયું હતું. કુકરમાં માથું ફસાઈ જવાથી બાળક રડી-રડીને બેહાલ થઈ ગયું હતું. તેના પરિવારના સભ્યોના પણ જીવ અદ્ધર થઈ ગયા હતા. છેવટે બે કલાકની મહેનત બાદ ડૉક્ટરોની ટીમે કુકરને ગ્લાઇડરથી કાપીને બાળકનું માથું બહાર કાઢ્યું.

કુકરમાંથી બાળકનું માથું કોઈ ઈજા વગર નીકળતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. બાળકનું નામ હસન રજા છે તે કોસી કલા મથુરાનો રહેવાસી છે. બાળક પોતાની માતા સાથે પોતાના મામાના ઘરે આગ્રા આવ્યો હતો. શુક્રવારે માસૂમ બાળક રમતી વખતે કુકરની અંદર માથું નાખી દે છે. માથું ફસાઈ ગયા બાદ બાળક ખૂબ જ હેબતાઈ જાય છે અને રડવા લાગે છે.

પરિજનોએ પોતાની રીતે ઘણા પ્રયાસ કર્યા પણ કુકર નીકળ્યું નહીં છેવટે તેઓ બાળકને લઈ હોસ્પિટલ દોડ્યા. કુકરને નીકાળવા માટે પરિજનો બાળકને લઈ એમએમ ચેરિટેબલ હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં ડૉક્ટરોએ બાળકને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ત્યાં ડૉક્ટરોએ કુકર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ કુકર નહોતું નીકળતું.

અંતમાં ડૉક્ટરોએ ગ્લાઇડર મશીનથી કુકરને કાપીને બાળકને બચાવ્યું. ફરત ખાને જણાવ્યું કે, જ્યારે બાળકને તેમની પાસે લાવવામાં આવ્યું તો તે ઘણું પરેશાન હતું. અમારી સાથે પરેશાની એ હતી કે બાળકનું માથું અંદર ફસાયું હોવાના કારણ અમે બાળકને બેભાન નહોતા કરી શકતા. પરંતુ સતત હલી રહ્યું હતું. માથું સૌથી નાજુક જગ્યા હોય છે. તેથી કુકર કાપતી વખતે ખૂબ તકેદારી રાખવી પડી. પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ સારી નહોતી એ કારણે તેમની કોઈ ફી નથી લીધી. બાળક હવે બિલકુલ ઠીક છે. ડૉક્ટર ફરત ખાને લોકોને અપીલ કરતાં કહ્યું કે, આવી ઘટનાઓથી બાળકોને બચાવીને રાખો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.