Western Times News

Gujarati News

શ્રીનગરના લાલ ચોક પર શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

શ્રીનગર, દેશભરમાં જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પણ આ વખતે કાશ્મીરી પંડિતો માટે જન્માષ્ટમી કંઈક વિશેષ બની ગઈ છે. ઉત્તરી કાશ્મીરના હંદવાડામાં કાશ્મીરી પંડિતોએ ૩૨ વર્ષ બાદ પ્રભાત ફેરી કાઢી હતી. પ્રભાત ફેરી સમયે ભગવાન કૃષ્ણને કોરોનાના ખાતમા માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી. બીજી બાજુ શ્રીનગરના લાલ ચોક પર પણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થઈ. અહીં લોકો નાચતા-ગાજતા કાન્હાના જન્મ દિવસની ઉજવણી કરી હતી.

હંદવાડામાં સૌથી પહેલા ૧૯૮૯માં જન્માષ્ટમીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભાત ફેરીની શરૂઆત ગણપત્યાર મંદિરથી થઈ હતી, જે જૈદાર મોહલ્લા, જહાંગીર ચોક, મૌલાના આઝાદ રોડથી રેસિડેન્સી રોડ સુધી પહોંચી હતી.કાર્યક્રમમાં સામેલ કાશ્મીરી પંડિતોએ કહ્યું કે કાશ્મીર ભાઈચારા માટે ઓળખ ધરાવે છે. બહારથી આવતા લોકો અહીં આવી અમારી ભાઈચારાને જુઓ. તેમણે પ્રભાત ફેરી કાઢવામાં મદદ કરવા બદલ સ્થાનિક લોકોનો આભાર માન્યો હતો.

શ્રીનગરમાં જન્માષ્ટમીના આ કાર્યક્રમ માટે સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકોએ વિવિધ જગ્યા પર પ્રભાત ફેરીનું સ્વાગત કર્યું હતું. આ સમયે કૃષ્ણ ભક્ત માર્ગો પર નાચતા દેખાતા હતા.કાર્યક્રમમાં સામેલ લોકોએ ભગવાન કૃષ્ણને કોરોનાના ખાતમા માટે પ્રાર્થના કરી. તેમણે કહ્યું- શ્રીકૃષ્ણની કૃપાથી જલ્દીથી મહામારીનો અંત આવશે. ઘાટીમાં કોરોના સંક્રમણને લીધે ઘાટીમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.