Western Times News

Gujarati News

જય કનૈયા લાલ કીના જયઘોષથી ગુંજી કાન્હાનગરી; લાખો શ્રદ્ધાળુઓ ઊમટ્યા

મથુરા, શ્રીકૃષ્ણ જન્મસ્થાન પર ભગવાનના જન્મ અભિષેકનો કાર્યક્રમ શ્રીગણેશ, નવગ્રહ પૂજન સાથે શરૂ થયો. ત્યાર બાદ ૧૦૦૮ કમળનાં ફૂલોથી ઠાકોરજીના સહસ્ત્રચરણ કરી આહવાન કરવામાં આવ્યું. મધ્યરાત્રિના જેવા ૧૨ વાગ્યા એ સાથે જ સમગ્ર મંદિર પરિસર ઢોલ, નગારાં, મંજીરા અને શંખની ધ્વનિથી ગુંજી ઊઠ્‌યા છે. આ દરમિયાન મંદિરથી ભગવાનની છબિ અભિષક સ્થળ પર લાવવામાં આવી છે.

જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરા અને વૃંદાવન સુંદર રીતે શણગારવામાં આવ્યા હતાં. વિશ્વના સૌથી ઊંચા બનવા જઈ રહેલા વૃંદાવન સ્થિત ચંદ્રોદય મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય અગાઉ દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો.

બીજી બાજુ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાનનું નદીઓમાંથી લાવવામાં આવેલા જળથી અને ત્યાર બાદ ગાયના દૂધ, દહીં, ઘી, બૂરું તથા મધથી અભિષેક કરવામાં આવ્યો. આ સમયે શંખ, ઢોલની ધ્વનિથી મંદિર પરિસર ગુંજી ઊઠ્‌યું હતું.દેશના દરેક ખૂણેથી મોટી સંખ્યામાં ભક્તો મથુરા પહોંચી ગયા છે. મથુરા અને અન્ય સ્થળોએ રાત્રે ૧૨ વાગ્યે કૃષ્ણ કનૈયાના જન્મની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વૃંદાવન પહોંચ્યા હતા. કોરોનાને કારણે આ વખતે કેટલાક નિયમોને કારણે આ વખતે મંદિરો તરફથી શ્રદ્ધાળુઓને પ્રસાદ આપવામાં આવ્યો નહોતો.

ભગવાન રાધા-કૃષ્ણની નગરી વૃંદાવનનાં મંદિરોમાં દિવસ દરમિયાન જ ભગવાનને અભિષેક કરવામાં આવી રહ્યો હતો. અહીં મુખ્ય સપ્ત દેવાલય રાધરમણ, રાધા દામોદર, શાહ બિહારી જીમાં શંખનાદ અને ઘંટના રણકાર વચ્ચે ભગવાનનો પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો. ઠાકુર રાધરમણ મંદિરમાં સેવાકર્તાઓ વતી ઔષધીઓમાંથી બનેલા ૭૫૧ કિલો પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન સમગ્ર મંદિર સંકુલ ઠાકુર રાધરમન લાલજીના જયઘોષથી ગુંજી ઊઠ્‌યું. પ્રાચીન શાહજી મંદિરમાં ઠાકુરજીની સેવા કરતા ગોસ્વામીઓએ દૂધ, દહીં, મધ, અત્તર વગેરે સાથે મહાભિષેક કર્યો હતો. દ્વારકાધીશ મંદિરમાં પણ પૂર્ણ વિધિ સાથે ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો. અહીં, મંદિરના દરવાજા ખોલતાંની સાથે જ સેવકોએ સવારે ભગવાન દ્વારકાધીશનો પંચામૃત અભિષેક કર્યો હતો.

બ્રિજ મંડળમાં જબરદસ્ત આનંદ છે. કારણ કે આજની રાતે ભગવાન શ્રીકૃષ્ણ પોતે અવતાર લેવા જઈ રહ્યા છે. તેથી જ દરેક વ્યક્તિ તેની જન્મની એક ઝલક જાેવા માટે આતુર છે. કનૈયાનું સ્વાગત કરવા માટે ગોવર્ધન ચાર રસ્તા, ભુતેશ્વર ચોક, છટીકરા ચોક સહિતના તમામ ચોકને રંગબેરંગી કપડાં, લાઇટ અને બાલ લીલી લાઇટોથી શણગારવામાં આવ્યા છે.શ્રી કૃષ્ણ જન્મસ્થળ, દ્વારકાધીશ મંદિર, પ્રેમ મંદિર, બાંકે બિહારી મંદિર, રંગજી સહિત તમામ નાના-મોટા મંદિરોમાં ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.