તાલિબાનો માટે યુએસના હથિયારો શોભાના ગાંઠિયા

કાબુલ, અમેરિકન સેના અફઘાનિસ્તાન છોડીને જતી રહી છે અને મોટા પ્રમાણમાં હથિયાર અને સૈન્ય ઉપકરણો મૂકીને ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે તાલિબાન આ હથિયારો પર કબજાે મેળવીને પોતાની શક્તિને અનેક ગણી વધારી શકે છે, પરંતુ અમેરિકન સૈનિકોની ચાલાકીને કારણે આ હથિયાર તાલિબાન માટે કોઈ કામના નથી રહ્યા.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકાની સૌથી લાંબી લડાઈનો સત્તાવાર અંત આવ્યો છે. સોમવારે મોડી રાત્રે અમેરિકન સેના સમયસીમા કરતા એક દિવસ પહેલા જ કાબુલના હામિદ કરઝાઈ એરપોર્ટથી અમેરિકા આવવા નીકળી ગઈ.
અફઘાનિસ્તાન છોડતા પહેલા અમેરિકન સૈનિકોએ કાબુલ એરપોર્ટના હેન્ગરમાં ઉભેલા અનેક હેલિકોપ્ટર્સ અને ગાડીઓને ખરાબ કરી નાખી. ટિ્વટર પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં જાેઈ શકાય છે કે, અમેરિકાની અંતિમ ફ્લાઈટ નીકળ્યા પછી તાલિબાની લડાકુઓ કાબુલ એરપોર્ટ પર હેન્ગરમાં પ્રવેશ્યા અને ત્યાં ઉભેલા અમેરિકન સેનાના ચિનૂક હેલિકોપ્ટરની તપાસ કરી.
ન્યુઝ એજન્સી પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, અમેરિકન સેનાએ અનેક એરક્રાફ્ટ્સ, ગાડીઓ અને હાઈ ટેક રોકેટ ડિફેન્સ સિસ્ટમને ડેમેજ કરી છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ મરીન જનરલ ફ્રેન્ક મેકકેન્ઝી જણાવે છે કે, અમેરિકન સૈનિકોએ અફઘાનિસ્તાન છોડતા પહેલા હામિદ કરઝાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત ૭૩ એરક્રાફ્ટને ખરાબ કરી નાંખ્યા. હવે તે વિમાન ક્યારેય ઉડાન નહીં ભરી શકે. હવે તેનું સંચાલન શક્ય નથી. અમેરિકાએ ૭૩ એરક્રાફ્ટ્સ અને ૨૭ રેદ્બદૃીીજને નુકસાન પહોંચાડ્યું છે.
અમેરિકન સેના ૭૦ જેટલી બખ્તરબંધ ગાડીઓ પણ મૂકીને જઈ રહી છે, જેની કિંમત ૧ મિલિયન ડૉલર પ્રતિ ગાડી છે. સોમવારે અમેરિકાની અંતિમ ફ્લાઈટ ઉપડી પછી તાલિબાને આઝાદીની ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જાેઈ શકાય છે કે તાલિબાની લડાકુઓએ કાબુલ એરપોર્ટ પર કબજાે મેળવી લીધો છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પણ ફટાકડા ફોડીને અને આતશબાજી કરીને ઉજવણી કરવામાં આવી.SSS