Western Times News

Gujarati News

વિરાટ કોહલીની આક્રમકતા તેની બેટિંગ માટે સમસ્યા

નવી દિલ્હી, વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે સીરિઝમાં સારું પ્રદર્શન નથી કરી શક્યો. તે સતત વિકેટ પાછળ કેચ આઉટ થઈ રહ્યો છે. કોહલી આ અંદાજમાં વર્ષ ૨૦૧૪માં પણ આઉટ થઈ રહ્યો હતો. કેટલાક પૂર્વ ખેલાડીઓએ કોહલીની ટેકનિક સામે પણ સવાલ ઉઠાવ્યા છે. જાેકે, ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલ રાઉન્ડર ઈરફાન પઠાણનું માનવું કંઈક અલગ છે. પઠાણનું માનવું છે કે, કોહલીની ટેકનિક કરતા વધારે આ સમસ્યા તેના આક્રમક અંદાજ સાથે જાેડાયેલી છે.

ઈરફાન પઠાણને લાગે છે કે, ઈંગ્લેન્ડમાં વિરાટ કોહલી બેટ્‌સમેન તરીકે નિષ્ફળ રહેવા પાછળ કોઈ ટેકનિકની ખામી કરતા વધુ તેમનો આક્રમક અંદાજ કારણભૂત છે. કોહલીએ સીરિઝમાં અત્યાર સુધીમાં પાંચ ઈનિંગ્સમાં માત્ર ૨૪.૮૦ની સરેરાશથી ૧૨૪ રન બનાવ્યા છે. લીડ્‌સ ટેસ્ટની બીજી ઈનિંગમાં તેણે ૫૫ રન બનાવ્યા.

આ સીરિઝમાં આ તેની એકમાત્ર હાફ સેન્ચુરી છે. આકાશ ચોપડાની યુ-ટ્યૂબ ચેનલ પર ઈરફાને કહ્યું કે, કોહલી આ સીરિઝમાં સારું પ્રદર્શન નથી કરી શક્યા તેનું કારણ તેમનો આક્રમક વ્યવહાર છે. પઠાણે કહ્યું કે, ‘મને લાગે છે કે, આ તૈયારીઓની વાત નથી. વિરાટ કોહલી બીજી ટીમ પર હાવી થવા ઈચ્છે છે અને એ જ કારણે તેઓ ઓફ સ્ટંપની બહારના દડાને રમી રહ્યા છે.

આ એક નાની વાત છે. ટેકનિકથી વધુ કોહલીની આક્રમક વિચારસરણી છે, જેના કારણે આ સમસ્યા થઈ રહી છે. તો, ભારતીય મહિલા ટીમના પૂર્વ કેપ્ટન અંજુમ ચોપડાનું કહેવું છે કે, કોહલીને જાણ છે કે, તેમણે રન બનાવવાના છે ,પરંતુ એરર-ફ્રી બેટિંગ કરવા માટે તેમણે પોતાના ખભા પર વધુ ભાર આપવો પડી રહ્યો છે અને એ કારણે તેઓ ખૂલીને રમી શકતા નથી.

મને લાગે છે કે, તેમણે એરર-ફ્રી બેટિંગનું પોતાનું સ્ટાન્ડર્ડ, જેટલો તેઓ પ્રયાસ કરી રહ્યા છે તેનાથી થોડું નીચું કરવું જાેઈએ. અંજુમે કહ્યું કે, વિરાટ કોહલીને ઈંગ્લેન્ડના બોલરોએ ઓફ સ્ટંપની બહાર બોલિંગ કરી છે. તેમણે કોહલીના સંયમની કસોટી કરી અને આખરે તેમને મજબૂર કર્યા કે, તે એ દડા સાથે છેડછાડ કરે અને એવું કરવામાં કોહલી વિકેટ પાછળ કેચ આઉટ થયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.