Western Times News

Gujarati News

આંગડિયા પેઢીના રૂ.અઢી કરોડના હીરાની લૂંટના પ્રયાસનો ભેદ ઉકેલતી LCB

ભરૂચના માંડવા પાસે  ૨ આરોપીઓની કાર,પિસ્તોલ અને કારતૂસ સાથે અટકાયતઃ અન્ય ૬ આરોપીઓ વોન્ટેડ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ માંડવા પાસે અઢી કરોડના હીરાની નિષ્ફળ લૂંટનો પ્રયાસ કરનાર ૨ આરોપીઓને વાહન અને હથિયાર સાથે ભરૂચ એલ.સી.બી પોલીસે ઝડપી પાડી અન્ય ૬ આરોપીઓ વોન્ટેડ જાહેર કરી ઝડપી પડવાની કવાયત હાથધરી છે.

તાજેતરમાં નેશનલ હાઈવે ૪૮ ઉપર ભરૂચ અંક્લેશ્વર વચ્ચે “જય ગોપાલ ટ્રાવેલ્સ ” માં પિસ્તોલની અણીએ આંગડીયા પેઢીના કર્મચારીઓ પાસેથી રૂપીયા અઢી કરોડથી વધુ કિંમતના હિરા તથા રોકડ રકમની લુંટની કોશીષના ગુનામાં બે આરોપીઓને ગુનામાં વપરાયેલ અર્ટીગા ગાડી તથા હથીયાર સાથે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી ભરૂચ એલ.સી.બી. પોલીસે ૨ આરોપીઓની અટકાયત કરી ગુનામાં સંડોવાયેલા અન્ય ૬ આરોપીઓ ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ઘરી છે.

૨૪ મી ઓગસ્ટ ના રોજ વહેલી સવારે નેશનલ હાઈવે ૪૮ ઉપર ભરૂચ થી સુરત જતા ચાર જેટલા અજાણ્યા ઈસમોએ આંગડીયા પેઢીના માણસોને લુંટવાના ઈરાદે ભાવનગર થી ઉપડતી “ જય ગોપાલ ટ્રાવેલ્સમાં ” ની બસમાં પેસેન્જર તરીકે બેઠેલ આરોપીઓએ ડ્રાઈવરને પિસ્તોલ

અને દેશી તમંચા જેવા હથીયારો બતાવી બસને રોડ ઉપર ઉભી રખાવી બસની કેબીન માંથી બસની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરેલ. બસના કંડક્ટર તથા અન્ય એક પેસેન્જરે પ્રતિકાર કરતા કેબીનનો દરવાજાે અંદરથી બંધ કરી આરોપીઓને અંદર પ્રવેશ કરતા રોકવાનો પ્રયત્ન કરેલ.

આ પ્રતિકારને કારણે આરોપીઓ દ્વારા પિસ્તોલથી બે રાઉન્ડ ફાયર કરવામાં આવતા પેસેન્જર અનીલભાઈને ડાબા હાથમાં હથેળીના ભાગે ઈજા થયેલ. આરોપીઓએ ડ્રાઈવર,કંડકટર તથા પેસેન્જરને પિસ્તોલ અને દેશી તમંચા વડે ભયભીત કરી લુંટનો પ્રયાસ કરી પાછળ આવતી અર્ટીગા ગાડીમાં બેસી નાસી છુટેલ.

આ અતિગંભીર ગુનાને અંજામ આપનાર ગેંગને વહેલી તકે ઝડપી પાડવા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્રારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલીક બનાવવાળી જગ્યાની વિઝીટ કરી ભોગ બનનાર તથા સાહેદોને મળી નાસી છુટેલા આરોપીઓ તથા ફોરવ્હિલ ગાડીનું વર્ણન વિગેરે

બનાવની હકીકતથી અવગત થઈ નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ,અંકલેશ્વર તથા એલ.સી.બી. , એસ.ઓ.જી. , પેરોલ ફર્લો સ્કોવોર્ડ તથા સ્થાનિક પોલીસને સંડોવાયેલ આરોપીઓનું પગેરૂ શોધી કાઢી ગુનો ડિટેક્ટ કરવા અલગ અલગ ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન અને સુચના આપેલ.આ સુચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.દ્વારા

ભાવનગરમાં “ જય ગોપાલ ટ્રાવેલ્સ ” ની ઓફિસ જયાંથી બસ ઉપડેલ તથા સુરતના વિસ્તારોમાં અલગ અલગ ટીમો મોકલી સર્વેલન્સ,હ્યુમન ઈન્ટેલીજન્સ , ટેકનિક્લ સર્વેલન્સ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ.જેના ફળ સ્વરૂપે ગુનામાં સંડોવાયેલ શંકાસ્પદ આરોપીઓ સુરત નજીકના વિસ્તારમાં હોવાની હકીકત જણાય આવેલ.

જે આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભરૂચ દ્વારા તાત્કાલીક સુરત કડોદરા ખાતે જઇ એક શકમંદ આરોપીને હસ્તગત કરી તેની સઘન પુછપરછ કરી અન્ય એક આરોપીની મુવમેન્ટ આધારે નવસારી ટોલનાકા ખાતે સઘન વાહન ચેકિંગ કરી,આઈસર ટેમ્પો માંથી અન્ય એક શકમંદ આરોપી ઝડપી પાડેલ અને બંને આરોપીઓને વધુ પુછપરછ અર્થે ભરૂચ એલ.સી.બી. કચેરી ખાતે લાવી આરોપીઓની સઘન અને ઉંડાણપુર્વક પુછપરછ દરમ્યાન આરોપીઓ ભાંગી પડેલ અને ગુનો કર્યાની કબુલાત કરેલ.

આરોપીઓએ ટીપ કઈ રીતે મેળવી,હથીયારો ક્યાંથી મેળવ્યા તથા સહ આરોપીઓ પકડવા અંગેની આગળની વધુ તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહેલ છે.એલ.સી.બી પોલીસ ના હસ્તે ઝડપાયેલ આરોપીઓ માં નૌસાદઅહેમદ મુસ્તાકઅહેમદ કુરેશી હાલ રહેવાસી કડોદરા

નફીસ ટ્રાવેલ્સની ઓફીસમાં અમીતનગર ચલથાણ જી.સુરત મુળ રહે.દહીલામઉં તહેસીલ.સદર થાના.મર્કન્દગંજ જી.પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ તેમજ અરશદખાન મુઝમીલ કુદ્‌સ હાલ રહેવાસી.મુ.આંબોલી ડાયમંડનગર લખાણી એપાર્ટમેંટ ફલેટ -૦૩ તા.કામરેજ જી.સુરત મુળ રહે.બીબીયાકરણપુર સિકલાગંજ થાના – દિવાનગંજ જી.પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ નો સમાવેશ થાય છે.જ્યારે અન્ય છ આરોપીઓ હજુ પોલીસ પકડ થી દુર છે.

પોલીસે ઝડપાયેલ આરોપીઓના રિમાન્ડ મેળવવા સાથે અન્ય કાયદાકીય કાર્યવાહી હાથધરી છે ત્યારે પોલીસ તપાસ માં અન્ય કોઈ ગુનાના ભેદ પણ ઉકેલાય છે કે કેમ તે જાેવું રહ્યું.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.