Western Times News

Gujarati News

ગુજરાત હાઈકોર્ટે ૧૯૬૦થી પોતાની આગવી ભૂમિકા પ્રદાન કરી છે!

ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી વિનીતભાઈ કોઠારી બીજી સપ્ટેમ્બરે નિવૃત્ત થતાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી આર.એમ.છાયા કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી તરીકે ગુજરાત હાઇકોર્ટ નું નેતૃત્વ સંભાળશે!

તસવીર ગુજરાત હાઇકોર્ટ ની છે જમણી બાજુની ઈનસેટ તસવીર કાર્યકારી ચીફ જસ્ટિસ વિનીતભાઈ કોઠારી ની છે સિનિયોરિટી મુજબ તેઓ શ્રી ની ગુજરાત હાઇકોર્ટ ના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ કરાઇ છે. ૨ સપ્ટેમ્બરે તેઓ નિવૃત્ત થઇ રહ્યા છે

જસ્ટિસ શ્રી વિનીતભાઈ કોઠારી નો જન્મ ૨ સપ્ટેમ્બર ૧૯૫૯ માં થયો હતો ૧૩-૦૬-૨૦૦૫ થી ૧૭-૦૪-૨૦૧૬ સુધી રાજસ્થાન હાઇકોર્ટ ના જજ તરીકે સેવા આપી અને ૧૮-૦૪-૨૦૧૬ થી ૨૨-૧૧-૨૦૧૮સુધી કર્ણાટક હાઇકોર્ટ માં જજ તરીકે સેવા આપી તેમણે ૨૩-૧૧-૨૦૧૮ થી ૩-૧-૨૦૨૧ સુધી મદ્રાસ હાઇકોર્ટ ના જજ તરીકે સેવા આપી છે

તેઓ શ્રી એક કર્મશીલ જસ્ટિસ તરીકે ની ભૂમિકા પ્રદાન કરી ગુજરાત હાઇકોર્ટ ને ગૌરવ બક્ષ્યું છે તેને ગુજરાત હંમેશા યાદ રાખશે ડાબી બાજુથી બીજી તસવીર જસ્ટિસ શ્રી આર.એમ.છાયા ની છે તેઓ તારીખ ૨ સપ્ટેમ્બરથી ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકેનો પદભાર સંભાળશે

જસ્ટીસ શ્રી આર.એમ. છાયા નો જન્મ ૧૨-૦૧-૧૯૬૧ માં થયો હતો ૧૭-૦૨-૨૦૧૧ ના રોજ ગુજરાત હાઇકોર્ટ ના અડિશનલ જજ તરીકે નિયુક્ત થયા હતા ૧૯૮૪ માં તેઓ વકીલ તરીકે જોડાયા હતા

૧૯૯૧ માં તેઓ ગુજરાત હાઇકોર્ટ ના એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે સેવા આપી છે ૨૮-૧૧-૨૦૧૩ થી તેઓ ગુજરાત હાઇકોર્ટ માં કાયમી જજ તરીકે નિમણૂક થઈ હતી તેઓ હવે ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે ન્યાય ધર્મનું નેતૃત્વ કરશે.  તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા

અમેરિકાના પ્રમુખ જિમ્મી કાર્ટરે સરસ કહ્યું છે કે ‘‘માનવ અધિકાર ની શોધ અમેરિકાએ નથી કરી બલ્કે એમ કહેવું જોઈએ કે માનવ અધિકારે ખરા અમેરિકાની શોધ કરી છે’’!! ગુજરાતમાં અલગ ગુજરાત રાજ્યની વડી અદાલતની રચના ૧- ૫- ૧૯૬૦માં થયા બાદ ગુજરાતમાં અનેક મુખ્ય ન્યાયમૂર્તિશ્રીઓ અને

ન્યાયમૂર્તિશ્રીઓ એ દેશના બંધારણની ગરિમા ના રખેવાળ તરીકે ન્યાયધર્મના ઇતિહાસને લખવામાં કંઈ ને કંઈ યોગદાન આપ્યું છે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ચીફ જસ્ટીસ શ્રી વિક્રમનાથ ૩૧મી ઓગસ્ટે સુપ્રીમકોર્ટના જસ્ટિસ તરીકે તથા બેલાબેન ત્રિવેદી સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેશે ત્યારે આ ખાલી પડેલી જગ્યામાં હવે નવા ન્યાયાધીશોની નિમણૂક કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.