K-Pop બેન્ડ BTSના Jungkookનો આજે બર્થ ડે
મુંબઈ, સાઉથ કોરિયન બોય બેન્ડ BTS વિશ્વભરમાં પોતાના સોંગ્સ અને ટેલેન્ટના કારણે ચર્ચામાં છે. આ બેન્ડે હાલમાં જ K-POP ઇન્ડસ્ટ્રીમાં પોતાના ૩૦૦૦ દિવસો પૂરા કર્યા છે. આ બેન્ડમાં ૭ મેમ્બર્સ છે. કિમ નામજૂન, કિમ સોકજીન, મીન યુંગી, જે હોપ(જંગ હોસોક), પાર્ક જીમીન, કિમ તેહ્યુંગ અને જીન જંગકુક. આ તમામ મેમ્બર્સના વિશ્વમાં કરોડો ચાહકો છે, તેના ફેન્ડમને A.R.M.Y તરીકે ઓળખવામાં આવે છે.
આ બોય બેન્ડમાં જીન જંગકુક સૌથી નાનો મેમ્બર છે, જે આજે પોતાનો ૨૪મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેના ફેન્સ પહેલાથી જ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. બુધવારે પોતાનો જન્મદિવસ મનાવી જંગકુક હાલ ટિ્વટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. જીન જંગકુમ પોતાના લુક અને ટેલેન્ટ જ નહીં પરંતુ તેની સાદગી અને સરળ સ્વભાના કારણે પણ ફેન્સના દિલો પર રાજ કરે છે.
આજે જંગકુકના ૨૪મા જન્મ દિવસે ચાલો જાણીએ તે ૭ કિસ્સાઓ જ્યારે A.R.M.Yના હ્યદયને જંગકુકની સાદગી સ્પર્શી ગઇ હતી. અમેરિકન પોપ સિંગર જસ્ટિન બીબરને આપણે સૌ જાણીએ છીએ અને વિશ્વમાં તેના કરોડો ફેન્સ છે. જંગકુક પણ જસ્ટિન બીબરનો મોટો ફેન છે. વર્ષ ૨૦૧૭માં ઓઝી સાથે એક ઇન્ટરવ્યૂમાં જ્યારે જંગકુકને પૂછવામાં આવ્યુ કે, કયા વેસ્ટર્ન આર્ટીસ્ટથી તે પ્રેરણા મેળવે છે.
જેના જવાબમાં જંગકુકે જસ્ટીન બીબરનું નામ આપ્યું હતું. જૂન ૨૦૧૯માં તેના વર્લ્ડ ટૂર પ્રોગ્રામ ‘Love Yourself: Speak Yourself` માટે બોય બેન્ડ બીટીએસ સ્ટેડ ડે ફ્રાન્સમાં પર્ફોમન્સ આપી રહ્યા હતા. સેફ્ટીના કારણોસર કોઇ પણ મેમ્બર્સ કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પરથી નીચે ઉતરતા નથી. પરંતુ આ કોન્સર્ટ દરમિયાન જંગકુક વ્હીલચેર પર બેઠેલા એક ફેન્સને મળવા સ્ટેજ પરથી કૂદીને ગયો હતો.
આ સાથે A.R.M.Yના દિલમાં જંગકુક માટે પ્રેમ વધુ ગાઢ બની ગયો. જંગકુક માત્ર ટેલેન્ટેડ જ નહીં પણ ખૂબ પ્રતિભાશાળી પણ છે. ૨૦૧૭માં આઇડલ સ્ટાર એથલેસ્ટિક ચેમ્પિયનશીપ દરમિયાન જંગકુક સ્ટાફ મેમ્બર્સની મદદ કરવા માટે તેમની સાથે ત્યાં ફેલાયેલો કચરો સાફ કરવા લાગ્યો હતો. બીટીએસનું હાલમાં રીલીઝ થયેલ સોંગ ‘બટર’ને A.R.M.Y દ્વારા રેકોર્ડ બ્રેક સફળતા મેળવી ચૂક્યું છે. આ સોંગમાં જંગકુકનો હોટ અવતાર ફેન્સમાં ખૂબ પસંદીદા બન્યો હતો. તેના પર્પલ હેર અને નેક ચેનની સાથે આઇ પીઅર્સે A.R.M.Yમાં અલગ જ જગ્યા બનાવી લીધી છે.SSS