Western Times News

Gujarati News

નકલી રસી કૌભાંડના સંદર્ભમાં ઈડીએ કલકત્તામાં ૧૦ સ્થળોએ દરોડા પાડયા

કલકતા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ નકલી રસી કૌભાંડના સંદર્ભમાં બુધવારના રોજ પશ્ચિમ બંગાળના પટનગર કોલકાતામાં ૧૦ સ્થળો પર રેડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોવિડ સંબંધિત છ અલગ અલગ કેસ નોંધ્યા હતા. જેમાં દવાઓ અને રસીઓના સંગ્રહખોરી, કાળાબજાર અથવા નકલી દવાઓના પુરવઠાના કેસનો સમાવેશ થાય છે. ઈડીએ અત્યાર સુધી ઘણા લોકોને સમન્સ અને પૂછપરછ કરી છે, જેમણે આ કેસમાં મની લોન્ડરિંગમાં સંડોવાયેલા અથવા મદદકરી છે.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ફેક કોરોના રસીકરણ કેમ્પના કિસ્સામાં ફેક આઇએએસ અધિકારી દેબંજન દેબને પોલીસે પકડ્યા હતા અને જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ઘણા આશ્ચર્યજનક ખુલાસા પણ થયા હતા. આરોપીએ પોલીસને જણાવ્યું કે, કોરોના રસીકરણ કેમ્પમાં કોવિશિલ્ડની જગ્યાએ ન્યુમોનિયાની રસી આપવામાં આવી રહી છે. દેબંજન દેબ સાથે ટીએમસીના ઘણા નેતાઓનો સંપર્ક હોવાનું સામે આવ્યું છે, જેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી દેબંજન દેબ કોવિશિલ્ડના ગ્રાફિક્સ છાપતો હતો અને તેને રસી પર લગાવતો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે, ગત વર્ષે દેબંજને સેનિટાઇઝરનો વ્યવસાય શરૂ કર્યો હતો. જે સેનિટાઈઝર પણ નકલી નીકળ્યું હતું. દેબંજને ચારથી પાંચ વખત કેમ્પ લગાવ્યા હતા અને તેમાં લગભગ બસો લોકોને નકલી રસીના ડોઝ આપ્યા છે.

ફેક અધિકારી સામે ઘણા કેસ નોંધાયા છે અધિકારીઓના જણાવ્યા મુજબ, એક ખાનગી કંપનીએ કસબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ૧૭૨ કર્મચારીઓના રસીકરણ માટે દેબને આશરે ૧.૨ લાખ રૂપિયા ચૂકવ્યા છે. બીજી ફરિયાદ એક કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હતી, જેણે સ્ટેડિયમના નિર્માણ માટે ટેન્ડર પેટે ૯૦ લાખ રૂપિયા આપ્યા હોવાનો દાવો કર્યો હતો. ત્રીજી ફરિયાદ એક ફાર્માસ્યુટિકલ કંપનીએ નોંધાવી હતી, જેણે ટેન્ડર માટે દેબને ૪ લાખ રૂપિયા આપ્યા હોવાનો દાવો કર્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.