મોરબી જીલ્લાનો મહિલાનો હત્યારાને આમોદ પોલીસે અડવાળા ગામેથી ઝડપી પાડ્યો

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ પોલીસ ગત રોજ પેટ્રોલીંગમાં હતી ત્યારે આમોદ તાલુકાના અડવાળા ગામના ચાર રસ્તા પાસે અંધારામાં શંકાસ્પદ હાલતમાં એક છોકરી અને ઈસમ બેઠા હતા.
જેઓએ સંતોષકારક જવાબ ના આપતાં આમોદ પોલીસ બંનેને આમોદ પોલીસ મથકે લઈ આવી હતી.
ત્યાર બાદ શંકાસ્પદ ઈસમ ભુપતભાઈ સવાભાઈ વડેચા (ઠાકોર) રહે. ઝીઝુવાડા.તા.દસાડા પાટડી જી.સુરેન્દ્રનગરની કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ જે બાબતે ખરાઈ કરતા ઈ-ગુજકોપ એપ્લિકેશનની મદદથી સર્ચ કરતાં ભુપતભાઈ વડેચા વિરુધ્ધ મોરબી જીલ્લાના માળીયા મિયાણાં પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયો હતો
જે ત્યાર બાદ નાસતો ફરતો હતો.જેણે ૧૪ ઓગષ્ટના રોજ મોરબી જિલ્લાના ખાખરેચી ગામની સીમમાં જીતુભાઈ અમરસંગ જાડેજાના ખેતરમાં કામ કરતાં શારદાબેન રણજીત વસાવાનું ખૂન કરી નાસતો ફરતો હોવાની કબૂલાત કરી હતી.આમોદ પોલીસે તેને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.