Western Times News

Gujarati News

ભરૂચમાં સ્વચ્છતાં અભિયાનના જાહેરમાં ધજગરા ઉડતાં જાેવા મળ્યા: રખડતા ઢોરોનો ત્રાસ

ભરૂચમાં રખડતા પશુઓની સંખ્યામાં વૃદ્ધિ છતાં તંત્ર કોઈ અકસ્માતની રાહ જાેતું હોવાની ચર્ચા

પ્રતિનિધિ દ્વારા, ભરૂચ, ભરૂચમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રખડતાં પશુઓ રસ્તાઓ ઉપર ખુલ્લેઆમ રખડતાં જાેવા મળે છે.તંત્ર પણ રાબેતા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ નિષ્ઠુર બની જાણે કોઈને શારીરિક નુકશાન થાય તેની રાહ જાેયા બાદ કોઈ પગલાં લેવાનું નક્કી કરેલ છે.

લોકસર્વે મુજબ ભરૂચ શહેર જેમાં ખાસ કરીને તુલસીધામ શાકમાર્કેટ,શક્તિનાથ શાકમાર્કેટ,એ.પી.એમ.સી સહિતની જગ્યાઓ તેમજ મુખ્ય રસ્તાઓ ઉપર અડિંગો જમાવી બેસતા પશુઓમાં ખાસ કરીને ગાય,આંખલા,નાના વાછરડાં સહિતના પશુઓ જાેવા મળે છે.

ત્યારે ઝાડેશ્વર રોડ ઉપર ૧૭થી વધુ પશુઓ એક સાથે જાેવા મળ્યા હતા.ભરૂચની શાક માર્કેટોમાં ભર પબ્લિક વચ્ચે વાહન વ્યવહારને અવરોધ ઉભો થાય તેવી રીતે પશુઓ અડીંગો જમાવતા હોય છે. રસ્તાની બાજુમાં ફેંકાયલ કે પછી કુદાદાનમાં પ્લાસ્ટિક બેગમાં ફેંકાયેલું બગડેલું અનાજ,બગડેલા શાકભાજી આરોગી ફરતાં નિર્દોષ ગૌવંશ પશુઓને જાણે આફરો ચઢ્યો હોય તેમ,

જેમાં મુખ્યત્વે આંખલા તેમજ ગદર્ભ (ગધેડા) રોડ રસ્તાઓ ઉપર દોડતાં અને લડતા હોવાનો નજારો જાેઈ રાહદારીઓના જીવ તાળવે ચોંટી જતા હોય છે. જાેકે નિષ્ઠુર બની ચુકેલ તંત્ર,જાણે કોઈ રાહદારીને શારીરિક ઈજાઓ પહોંચવાની રાહ જાેતા હોય તેમ હાલમાં આ બાબતે કોઈ ચોક્કસ પગલાં નહિ લેવાનું મન બનાવી બેઠા હોવાનું ફલિત થાય છે.

ગતવર્ષે એક સંસ્થાને રખડતાં પશુઓ પકડવાનો કોન્ટ્રાકટ આપ્યો હતો પણ હજુ સુધી રખડતા પશુઓ ખુલ્લેઆમ રખડતા જાેવા મળે છે. ગરજ મતલબી પશુઓના માલિકો પણ માનવતા ભૂલી પોતાના પશુઓને રોડ રસ્તાઓ ઉપર રખડતા છોડી મૂકે છે.

ત્યારે આવા અમાનવીય માનસિકતા ધરાવતા પશુ માલિકો ઉપર દંડાત્મક સાથે શિક્ષાત્મક કાર્યવાહી થવી જાેઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.જાેકે ટેન્ડર બહાર પાડી ગર્વ લેતું તંત્ર ખરેખર માનવતાવાદી બનશે કે નહીં તે તો આવનાર સમયે ખબર પડશે પણ હાલ તો રખડતા પશુઓના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્રની બેદરકારીના પગલે રાહદારીઓ અમે વાહનચાલકો તેનો ભોગ બની રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.