પ.બંગાળની હિંસા મામલે CBI દ્વારા ૩૪ ફરિયાદ દાખલ
કોલકાતા, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ ભાજપના કાર્યકરોને ટાર્ગેટ કરીને થયેલી હિંસામાં સીબીઆઈ દ્વારા અત્યાર સુધીમાં ત્રણ ડઝન ફરિયાદો નોંધવામાં આવી છે અને ગુરૂવારે બીજી ત્રણ ફરિયાદો નોંધી છે. આમ સીબીઆઈ દ્વારા અત્યાર સુધીમાં બંગાળ હિંસામાં ૩૪ ફરિયાદો દાખલ કરવામાં આવી છે.
સીબીઆઈ દ્વારા વિવિધ જિલ્લાઓમાં હિંસાથી પ્રભાવિત લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે. બીજી તરફ મમતા બેનરજીની સરકારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે અને હિંસાના મામલામાં કોલકાતા હાઈકોર્ટે આપેલા આદેશને પડકાર્યો છે.
ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે બંગાળ હિંસાની સીબીઆઈ તપાસ માટે આદેશ આપ્યા બાદ સીબીઆઈની ટીમો રાજ્યમાં એક્શનમાં આવી ચુકી છે. જેની સામે હવે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. હાઈકોર્ટે સીબીઆઈ અને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને બંગાળમાં થયેલી હિંસાની તપાસ કરીને ૬ અઠવાડિયામાં રિપોર્ટ સુપરત કરવા માટે આદેશ આપેલો છે.SSS