બે ભાઈઓએ ચાઇના માર્કેટને ટક્કર આપવા તાઇવાન ટેકનોલોજી જેવી મશીન બનાવી પોલેન્ડ એક્સપોર્ટ કરી
(તસ્વીરઃ અશોક જાેષી, વલસાડ) વલસાડ જિલ્લામાં બે પંજાબી ભાઈઓ ગ્રીનનેટ બનાવવા ની મશીન ૨૦૧૨ માં બનાવવાનો શરૂ કર્યું હતું અને તેમની પ્રથમ મશીન ૮ માસ માં તૈયાર થઈ હતી અને ભારત ના અનેક રાજ્યો માં મશીન નો વેચાણ કર્યું હતું
બે વર્ષ પહેલાં દેશ ના વધાપ્રધાન ચાઈના ની અનેક પ્રોડક્ટ્સ, રમકડાં અને એપ વિગેરે ભારત માં પ્રતિબંધ કરતા તેમના થી પ્રભાવિત થઈ કઈંક નવું કરવાનો વિચારી તેમને એક્સપોર્ટ માટે તાઇવાન ટેક્નોલજી આધારિત મશીન વિકસાવી ભારત ના અનેક રાજ્યો માં સફળ સંચાલન થતા એને એક્સપોર્ટ કરવાનો વિચાર્યું
અને એમના દ્વારા માત્ર ૨૦ દિવસ માં બનેલું પ્રથમ એક્સપોર્ટ ક્વોલિટી મશીન વલસાડ થી પોલેન્ડ માટે એક્સપોર્ટ થયુ છે જેને લઈ બન્ને ભાઈ ઓ ખૂબ હર્ષ ની લાગણી અનુભવે હતી અને એના બદલ મોદી જી સાથે સ્થાનિક પ્રશાસન ના ડી.આઈ.સી(રાજ્ય ઉધોગ કેન્દ્ર)નો પણ આભાર વ્યક્ત કર્યો હતો
મૂળ પંજાબ ના અમૃતસર ના અને વલસાડ જિલ્લા માં પરિવાર સાથે વર્ષો થી સ્થાયી થયેલા બે ભાઈઓ સરદાર રણજીતસિંહ અને સરદાર દિલબાગ સિંહ દમડાચી,વલસાડ ખાતે પોતાની સત્યા ગ્રુપ કમ્પની ચલાવે છે તેમના દ્વારા કર્યું છે કૈક એવું કે માત્ર વલસાડમાં જ નહિ સમગ્ર ભારત નું નામ નો ડંકો વિશ્વ માં વાગી જાય,
સતત ૮ મહિના ની મહેનત બાદ બન્ને ભાઈઓ એ પોતાનું ગ્રીન નેટ નું પ્રથમ મશીન વિકસાવ્યું જે બાદ તેમણે દેશ ના દરેક ખૂણા થી ઓર્ડર મળતા ગયા વળી દર વર્ષે દરેક મશીનો માં તેમણે અપડેટ પણ કરવાનું શરૂ કર્યું અત્યાર સુધી ૫ જેટલા મોડલો ચેન્જ કરી અપડેટ કર્યું છે મહત્વ નું એ છે કે હવે જર્મની તાઇવાન અને ચાઇના ના માર્કેટ ને તોડવા માટે તેમણે વિકસાવેલ મશીન પણ ભારત ની બહાર આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે એક્સપોર્ટ કરવામાં આવી રહયુ છે