Western Times News

Gujarati News

એમેઝોન દ્વારા 16 સપ્ટેમ્બરે ભારતમાં સૌપ્રથમ કરિયર દિવસનું આયોજન

પ્રતિકાત્મક

ભારતમાં હાલમાં લગભગ 8000 પ્રત્યક્ષ નોકરીના હોદ્દા ઉપલબ્ધ

140 એમેઝોન ભરતીકર્તાઓ કંપની અથવા અન્યત્ર કારકિર્દીમાં વૃદ્ધિ કરવા મદદરૂપ થવા માટે ઈચ્છુક સહભાગીઓ માટે લગભગ 2000 વન-ઓન-વન કરિયર કોચિંગ સત્રો ઓફર કરશે

 

એમેઝોને 16 સપ્ટેમ્બરના રોજ ભારતમાં તેના પ્રથમ કરિયર ડેનું આયોજન કરવાની આજે ઘોષણા કરી હતી. આ વર્ચ્યુઅલ અને ઈન્ટરક્ટિવ ઈવેન્ટમાં અમેઝોનના આગેવાનો અને કર્મચારીઓ એમેઝોન કામ કરવા માટે રોમાંચક સ્થળ શા માટે છે, અહીં કામ કરવાનું કેવું છે અને કંપની 21મી સદીમાં ભારતને તેની અસલ સંભાવનાઓને ઉજાગર કરવા મદદરૂપ થવાની કટિબદ્ધતામાં કેટલી વળગી રહી છે તે વિશે અનુભવ આપશે.

અમારા ગ્રાહકો વતી શોધની તક અને વ્યાપક સ્તરે પ્રભાવ એમેઝોનને કારકિર્દી પર ભાર આપવા અને વૃદ્ધિ કરવા માટે નિર્માણકર્તાઓ માટે અજોડ સ્થળ બનાવે છે, એમ ગ્લોબલ સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને એમેઝોન ઈન્ડિયાના કન્ટ્રી હેડ અમિત અગરવાલે જણાવ્યું હતું. અમેઝોનિયનો દ્વારા પ્રેરિત નવીનતાએ રોજના જીવન અને આજીવિકા પર કેવો પ્રભાવ પાડ્યો છે, જેને લીધે વધુ ગ્રાહકો અને વેપારો અગાઉ ક્યારેય નહીં તેટલા અમારી પર આધાર રાખવા લાગ્યા છે તે જોઈને બેહદ હર્ષની લાગણી થાય છે. અમે હજુ તો શરૂઆત કરી છે અને ભારતમાં ડિજિટલી પરિવર્તન લાવવા માટે આ યાદગાર તકમાં અમારી સાથે જોડાવા માટે જોશીલા નિર્માણકર્તાઓને અનુરોધ કરીએ છીએ. આ કરિયર દિવસ પર અમે 21મી સદીમાં ભારતની સંભાવનામાં પ્રવેશ કરવા માટે અને આ વારસાને સશક્ત અને અભિમુખ બનાવવા માટે કારકિર્દીની તકોમાં અમારી લાંબા ગાળાની કટિબદ્ધતાનું આદાનપ્રદાન કરવા ઉત્સુક છીએ.

એમેઝોને હાલમાં દેશનાં 35 શહેરોમાં 8000થી વધુ સીધી નોકરી ભરતી કરવાની પણ ઘોષણા કરી છે, જે શહેરમાં બેન્ગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, ગુરગાવ, મુંબઈ, કોલકતા, નોઈડા, અમૃતસર, અમદાવાદ, ભોપાલ, કોઈમ્બતુર, જયપુર, કાનપુર, લુધિયાણા, પુણે, સુરતનો સમાવેશ થાય છે. આ નોકરીની તકો કોર્પોરેટ, ટેકનોલોજી, ગ્રાહક સેવા અને ઓપરેશન્સ ભૂમિકામાં છે.

કરિયર ડેમાં રસપ્રદ અને માહિતીસભર સત્રો રહેશે, જેમાં એમેઝોનના સીઈઓ એન્ડી જેસ્સી સાથે ફાયરસાઈડ ચેટનો સમાવેશ રહેશે, જેઓ પોતાની કારકિર્દીના અનુભવો જણાવશે અને નોકરી ઈચ્છુકો માટે સલાહ આપશે. ગ્લોબ સિનયિર વાઈસ પ્રેસિડેન્ટ અને એમેઝોન ઈન્ડિયાના કન્ટ્રી હેડ અમિત અગરવાલ મુખ્ય વક્તવ્ય સાથે શરૂઆત કરશે, જે પછી એમેઝોનના આગેવાનો અને કર્મચારીઓ સાથે ડિકોડ લાઈફ એટ એમેઝોન, તેની અજોડ કાર્યસ્થળ સંસ્કૃતિ અને એમેઝોનને કામ કરવા માટે ઉત્તમ સ્થળ શું બનાવે છે તે વિશે રોમાંચક પેનલ ચર્ચા થશે.

ઈવેન્ટના ભાગરૂપ ઘણા બધા વૈશ્વિક અને ભારત કેન્દ્રિત સત્રો ઉપરાંત 140 એમેઝોનના ભરતીકર્તાઓ દેશભરના નોકરી ઈચ્છુકો સાથે 2000થી વધુ નિઃશુલ્ક, વન- ઓન- વન કરિયર કોચિંગ સત્રોનું આયોજન કરશે. ભરતીકર્તાઓ નોકરીની તલાશની પ્રક્રિયા પ્રત્યે અસરકારક અભિગમ કઈ રીતે અપનાવવો, રિઝયુમ નિર્મિતી કુશળતાઓ પર સલાહ અને ઈન્ટરવ્યુની ટિપ્સ આપશે.

એમેઝોને આજે એન્જિનિયરિંગ, એપ્લાઈડ સાયન્સીસ, બિઝનેસ મેનેજમેન્ટ, સપ્લાય ચેઈન, ઓપરેશન્સ, ફાઈનાન્સ, એચઆરથી એનલાઈટિક્સ, કન્ટેન્ટ ક્રિયેશન અને એક્વિઝિશન, માર્કેટિંગ, રિયલ એસ્ટેટ, કોર્પોરેટ સિક્યુરિટી, વિડિયો, મ્યુઝિક વગેરે જેવાં વિવિધ ક્ષેત્રોમાં 1 લાખથી વધુ પ્રોફેશનલોને નોકરી આપી છે. ભારત ફક્ત ભારત નહીં પણ વિશ્વભર માટે નવીનતાસભર ભારતીય પ્રતિભા સાથે એમેઝોન માટે દ્વિતીય સૌથી વિશાળ ટેકનોલોજી કેન્દ્ર છે.

એમેઝોન આધુનિક, ડિજિટલ સમાવેશક ભારતના સરકારના ધ્યેય સાથે નિકટતાથી પોતાને જોડે છે. ઈવેન્ટમાં એમેઝોનના વાઈસ પ્રેસિડેન્ટ ફાઈનાન્સ અને ઈન્ડિયા સીએફઓ રાઘવા રાવ, એઆઈએસપીએલના એડબ્લ્યુએસ ઈન્ડિયા અને સાઉથ ઈન્ડિયાના કમર્શિયલ બિઝનેસના પ્રેસિડેન્ટ પુનીત ચંડોક અને એમેઝોન પે ઈન્ડિયાના સીઈઓ મહેન્દ્ર નેરુરકર સહિતના પેનલિસ્ટો સાથે એમેઝોન ભારતમાં એમેઝોનના ઝડપથી વૃદ્ધિ પામતાં ત્રણ વેપાર ક્ષેત્રો- ઈ-કોમર્સ, નાણાકીય સેવાઓ અને વેબ સર્વિસીસનો ભાવિ દષ્ટિબિંદુ આદાનપ્રદાન કરશે. આ ઈવેન્ટમાં એપીએસી, એમઈએનએ અને એલએટીએએમના કસ્ટમર ફુલફિલમેન્ટ ઓપરેશન્સના વાઈસ પ્રેસિડેન્ટ અખિલ સકસેના સાથે ફાયરસાઈડ ચેટ પણ રહેશે, જેઓ નાનાં શહેરો સહિત ભારતભરમાં એમેઝોન નિર્માણ કરે છે તે કાર્યની તકોના આયામ વિશે બોલશે.

અન્ય રોમાંચક પેનલ ચર્ચા થકી હાજરી આપનારાઓને એમેઝોનના કર્મચારીઓ પાસેથી તેમના અનુભવો સાંભળવાની તક પણ મળશે, જેઓ કારકિર્દી ટ્રાન્ઝિશન્સ, નવીનતા પ્રેરિત કરવી અને પરિવર્તનકારી પ્રોજેક્ટો પર કામ અને ડે વન વિચારધારામાંથી ઉદભવતી ચોક્કસ એમેઝોન સંસ્કૃતિ વિશે તેમના અનુભવોનું આદાનપ્રદાન કરશે.

એમેઝોન 2025 સુધી ભારતમાં 20 લાખ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ નોકરીઓ નિર્માણ કરવા કટિબદ્ધ છે અને એકત્રિત ભારતમાં હમણાં સુધી 10 લાખ નોકરીઓ નિર્માણ કરી છે. એમેઝોને વધુ નોકરીઓ ઊભી કરવા અને દેશભરમં કુશળતા પહેલો હાથ ધરવા પર વિશાળ યુવા વસતિ પર સવારી કરતાં આપણા રાષ્ટ્રના જનસાંખ્યિક લાભને મહત્તમ બનાવવા મદદરૂપ થવા સરકારના ધ્યેય સાથે સુમેળ સાધવાનું ચાલુ રાખ્યું છે.

એમેઝોન ભરતીકર્તાઓ દ્વારા વન-ઓન-વન ફ્રી કરિયર કોચિંગ સત્રો 16 અને 17 સપ્ટેમ્બરે બે દિવસમાં હાથ ધરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.