બેંકની ચૂંટણીમાં ઈડર ભાજપ પ્રમુખની હાર થતાં હલચલ મચી

ઈડર, તાજેતરમાં યોજાયેલી ઈડર નાગરિક બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સની ચૂંટણીમાં કુલ ૧૩ ડીરેકટર્સની ચુંટણી કરવાની હતી જેમાં સામાન્ય વિભાગના ૧૦ ડીરેકટર્સ માટેની દાવેદારીમાં કુલ રપ ઉમેદવારોએ પૈકી મોટાભાગના ભાજપ તરફી ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું હતું. આ બધામાં ઈડર શહેર ભાજપ પ્રમુખ શશાંક મહેતાએ પણ ઉમેદવારી નોંધાવી હતી.
શરૂઆતથી ભાજપના જ ચહેરાએ એવી બે પેનલો બનાવી હતી અને તમામ ઉમેદવારોએ એડીચોટીનું જાેર અજમાવ્યું હતું નિરાશાજનક મતદાન થયા પછી જયારે મત ગણતરી થઈ ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે ભાજપના જ યુવા નેતાઓ જીત્યા હતા જયારે દસ-દસ ડિરેકટર્સની ચૂંટવાના હોવા છતા તેમાં શહેર ભાજપ પ્રમુખ શશાંક મહેતા છેક સત્તરમાં ક્રમે રહ્યા હતા જે પાર્ટી માટે હવે ચિંતાનો વિષય છે.
મોંઘવારી જેવા અનેક પ્રશ્ને અત્યારે લોકજુવાળ સત્તાધારી ભાજપની વિરૂદ્ધ છે તેનો આ પૂરાવો હોઈ શકે છે. પાર્ટીના જ ઉમેદવારોમાં અંદરો-અંદરનો વિખવાદ પણ આ ચુંટણી દ્વારા ઉજાગર થયો છે તો બીજી તરફ લોકમુખે ચર્ચા મુજબ શંશાક મહેતા ચેરમેન પદના દાવેદાર હોઈ તેમની જ પેનલના ઉમેદવારોએ અંદરખાને તેમનું પત્ત કાપયુ હોય તેમ લાગે છે.