Western Times News

Gujarati News

જામનગર: ફલ્લામાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના મેનેજરની જાેહુકમીઃ ગ્રાહકોમાં રોષ

પ્રતિકાત્મક

ધ્રોલ, જામનગર તાલુકાનાં ફલ્લા ગામની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેકમાં નવા આવેલા બેક મેનેજરથી ગ્રાહકોમાં ભારે અસંતોષ જન્મ્યો છે. જાે બેક મેનેજર સામે અસરકારક પગલાં ન ભરાય તો આગામી દિવસોમાં આંદોલન છેડવાની ધ્રાંગડાના સરપંચે ચીમકી ઉચ્ચારી છે.

બેકના ગ્રાહકો અને સરપંચ રમેશભાઈ કણસાગરા કહે છે કે વીસ વર્ષથી આ બેક દ્વારા તમામ ગ્રાહકો અને ખેડૂતો સાથે નિયમીત કામકાજ થઈ રહયું છે. સાથે નિયમીત ખેડૂતો દર વર્ષે લોન લઈને નિયમીત ભરપાઈ કરતા હોય છે. પંથકના ધ્રાંગડા, રણજીતપર, ખંભાલિડા જામવંથલી સહીતના ૧પથી ર૦ ગામના ખેડૂતો, પશુપાલકો ખેતી વિષયક ધિરાણ તેમજ પશુચારાની લોન લઈને પરત કરાય છે.

છતાં નવા આવેલા બેક મેનેજર લોન રીન્યુ કરવા માટેના જરૂરી કાગળો માગીને ખેડૂતો-પશુપાલકોને ધરમના ધકકા ખવડાવતા હોવાથી તમામ ગ્રાહકોમાં ભારોભાર રોષ છવાયો છે. ગ્રાહકો કહે છેકે આ બાબતે આ બેકના બેક જામનગર સ્થિત રીજીયોનલ મેનેજર

રાજકોટ ખાતે હેડ ઓફીસના ચેરમેન સહીતના સંબંધીતોને અનેક વખત રજુઆતો કરાઈ હોવા છતાં કોઈ પરીણામ આવતું ન હોવાથી સંબધીત નવા બેક મેનેજરને પ્રોત્સાહન આપતા હોવાનું સાબીત થઈ રહયું છે. આ બાબતે તાકીદે વર્તમાન બેક મેનેજર સામે પગલાં ન લેવાય તો આંદોલન છેડાશે તેવી ધ્રાંગડાના સરપંચ રમેશભાઈ કણસાગરાએ ચીમકી આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.