Western Times News

Gujarati News

રાજકોટમાંથી એક કરોડની એક્સપાયરી ડેટની દવા જપ્ત

tablet medicines

રાજકોટ, આખા દેશમાં ગુજરાત ફાર્માસ્યુટિક હબ કહેવાય છે. ગુજરાતમાં બનતી દવાઓ અનેક દેશોમાં પણ એક્સપોર્ટ થતી હોય છે. તેમ છતાં ગુજરાતમાં છડેચોક એક્સપાયરીવાળી દવા વપરાય છે.

વલસાડમાં એક્સપાયરી ડેટની દવા બાદ સતત બીજા દિવસે એક્સપાયરી ડેટની વેચાતી દવાનો કારોબાર સામે આવ્યો છે. રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના એક્સપાયરી ડેટવાળી દવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. રાજકોટમાંથી ૧ કરોડની એક્સપાયરી ડેટવાળી દવા ઝડપાઈ છે.

રાજકોટના શ્રમજીવી સોસાયટીમાં ડોક્ટર પરેશ પટેલના ક્લિનીક અને ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૧ કરોડની દવાઓ ઝડપાઈ છે જે એક્સપાયરી ડેટવાળી છે.

એક્સપાયરી ડેટવાળી એલોપેથી દવાઓ મિક્સ કરી આયુર્વેદિક ઇમ્યુનિટી બુસ્ટર બનાવી વેચાણ કરવામાં આવતુ હતું. એટલું જ નહિ, પણ પરેશ પટેલે ડિગ્રી ના હોવાથી સોગંદનામું કરાવી પોતાના નામની આગળ ડોક્ટર લગાવ્યાનો પર્દાફાશ થયો છે.

સાથે જ પત્નીના નામે આયુર્વેદિક દવાખાનું શરૂ કરી પગારદાર ડોક્ટરો પણ રાખ્યા હતા. આમ ઈમ્યુનિટી બુસ્ટરના નામે લોકોના આરોગ્ય સાથે બેફામ રીતે ચેડાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે તમે પણ આવા નકલી ડોક્ટરો પાસેથી ઈમ્યુનિટી બુસ્ટરની દવા લેતા હો ત સાવધાન થઈ જજાે.

રાજકોટના શ્રમજીવી સોસાયટીમાં ર્જીંય્ના દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં એક્સપાયરી દવાના વેપલાનો પર્દાફાશ થયો છે. અંદાજિત ૧ કરોડની અલગ-અલગ દવાઓ જપ્ત કરાઈ છે. જેમાં એક્સપાયરી થયેલ એલોપેથી દવાઓ મિક્સ કરી આયુર્વેદિક ઇમ્યુનિટી બુસ્ટર બનાવવામાં આવતુ હતું.

આ રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા. પરેટ પટેલની ક્લિનિકમાંથી મળેલો દવાનો જથ્થો એટલો મોટ છે કે, બે દિવસ સુધી પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દવાનું સોર્ટિંગ કરશે. તો બીજી તરફ, આયુર્વેદિક દવા ઝડપવાના મામલે કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું કે, એક્સપાયરી ડેટની દવાનો રી-યુઝ થતો હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું નિવેદન છે. પણ પોલીસને જાણ થઈ તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ શું કરતું હતું તે મોટો સવાલ છે.

આખા ગુજરાતમાં આ પ્રકારે ૪ ચોપડી ભણેલા લોકો આયુર્વેદના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં બાપુ અને ભૂવાઓ કેન્સર, કિડનીમાં ડાયાલીસીસ વગર સારવાર જેવી સારવારો કરી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.