Western Times News

Gujarati News

અમેરિકન જનતાને પસંદ ન આવ્યો કાબુલ છોડવાનો બાયડનનો ર્નિણય, અપ્રૂવલ રેટિંગે વધાર્યુ ટેન્શન

વોશિંગ્ટન, અનપીઆર અને પીબીએસ ન્યૂશોરની સાથે એક નવું મેરિસ્ટ નેશનલ પોલનું માનીએ તો લગભગ ૫૬ ટકા અમેરિકન નાગરિકોએ જાે બાયડનની વિદેશ નીતિની રીતને અસ્વીકાર કરી છે. મેરિસ્ટ પોલ દ્વારા પ્રકાશિત ડેટાથી ખબર પડે છે કે લગભગ અમેરિકની ૬૧ ટકા વસ્તી અફઘાનિસ્તાનથી અમેરિકન સૈન્યની વાપસીની વિરુદ્ધ છે. પોલમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન આ અંગે નિશ્ચિત નથી કે અફઘાનિસ્તાનમાં વાસ્તવમાં શું જાેઈતુ હતુ. પણ લગભગ ૭૧ ટકા લોકોનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકા નિષ્ફળ સાબિત થયુ. જમાં અમેરિકાના શાખ ઓછી થઈ છે.

જાે બાયડનથી રિપબ્લિકન પણ નારાજ છે. પોલ મુજબ ૭૩ ટકા રિપબ્લિકન બાયડનની વિદેશ નીતિને યોગ્ય નથી માનતા. ત્યારે ૬૬ ટકા ડેમોક્રેટે તેમની નીતિ પર અસંતોષ વ્યક્ત કર્યો. આ પોલમાં લગભગ ૭૫ ટકા સ્વતંત્ર રાજનેતા સામેલ હતા. પોલના પરિણામ મુજબ ૬૧ ટક લોકોને લાગે છે કે અફઘાનિસ્તાનને અમેરિકન ભાગીદારી વગર પોતાનું ભવિષ્ય નક્કી કરવું જાેઈએ. ૨૯ ટકા લોકોનું માનવું છે કે યુદ્ધગ્રસ્ત દેશમાં સામેલ રહવું સંયુક્ત રાજ્યની ફરજ છે.

જ્યારે અમેરિકનને પૂછવામાં આવ્યું કે અમેરિકાએ અફઘાનિસ્તાનની સ્થિતિને કેવી રીતે પહોંચી વળવું જાેઈએ તો પોલમાં સામેલ લોકોની સલાહ અલગ અલગ હતી. ૩૭ ટકા લોકોનું માનવું હતું કે તમામ અફઘાન સૈનિકોને પાછા બોલાવી લેવા જાેઈતા હતા. ત્યારે ૩૮ ટકાનું કહેવું હતું થોડાકને પાછા બોલાવી કેટલાકને ત્યાં રાખવા જાેઈતા હતા. ૧૦ ટકા લોકોનું કહેવું છે કે કોઈ પણ સૈનિકને પાછા નહોંતા બોલાવવા જાેઈતા. જ્યારે ૫ ટકાનું કહેવું છે કે વધારે સૈનિક અફઘાનિસ્તાનમાં મોકલવા જાેઈતા હતા.

જાે કે અફઘાનની સ્થિતિ માટે અમેરિકન ફક્ત બાયડનને ગુનેગાર નથી માનતા પરંતુ બુશને વધારે જવાબદાર માને છે. ૩૬ ટકા મતદાતાઓના સૌથી મોટા વર્ગે જાેર્જ ડબ્લ્યૂ બુશને અફઘાનિસ્તાનમાં સૈન્ય મિશનની ‘નિષ્ફળતા’ માટે વધારે જવાબદાર ગણાવ્યા છે. આ અનુસાર અફઘાનિસ્તાનમાં અમેરિકાની નિષ્ફળતા માટે જાે બાયડન ૨૧ ટકા, બરાક ઓબામા ૧૫ ટકા અને ડોનાલ્ડ ટ્રમ્પ ૧૨ ટકા જવાબદાર છે.

ત્યારે પોલમાં સામેલ ડેમોક્રેટ્‌સે રિપબ્લિકન નેતા જાેર્જ ડબ્લ્યૂ બુશને ૫૩ ટકા અને ટ્રમ્પને ૨૨ ટકા જવાબદાર ગણાવ્યા છે. ત્યારે રિપબ્લિકને ડેમોક્રેટ્‌સ નેતા જાે બાયડનને ૩૮ ટકા અને ઓબામાને ૩૪ ટકા જવાબદાર ગણાવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.