કોરોનાકાળમાં કોલેજે કાઢી મૂકેલા વિદ્યાર્થીને ફરી એડમિશન આપો : ગુજરાત હાઈકોર્ટ
ગાંધીનગર, ગુજરાત હાઇકોર્ટે વિદ્યાર્થીઓના હિતમાં મોટો ર્નિણય કર્યો છે. કોરોનાકાળં એડમિશન રદ્દ કરનાર કોલેજાે સામે હાઈકોર્ટ નો દિશા સૂચક ચુકાદો આવ્યો છે. કોવિડ મહામારીમાં પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓના એડમિશન રદ્દ ન કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. કોવિડને કારણે અનેક વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં ગયા હોવાનો કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે.
કોવિડમાં વિદ્યાર્થી ડિપ્રેશનમાં જતા બી.ટેકના પ્રથમ વર્ષની પરીક્ષા ન આપતા જીફદ્ગૈં્ એ વિદ્યાર્થીનું એડમિશન રદ્દ કર્યું હતું. એટલુ જ નહિ, કોલેજના ડીને છેલ્લે તેના માતા-પિતાને તબીબનું સર્ટિફિકેટ લાવવા કહ્યું હતું. તબીબે તેના સર્ટિફિકેટમાં ક્રિશભ ડિપ્રેશનથી પીડાતો હોવાનું જણાવ્યું હતું. ત્યારે કોલેજ દ્વારા વિદ્યાર્થીનું એડમિશન રદ્દ કરાયું હતું. જેનુ કારણ દર્શાવતા કોલેજે કહ્યું કે, તેઓ માનસિક બીમાર વિદ્યાર્થીને પ્રવેશ નહિ આપી શકે છે.
એડમિશન રદ કરતા વિદ્યાર્થીના પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. એડવોકેટ રોનિથ જાેયે એવી દલીલ કરી હતી કે, લોકડાઉનના લીધે ક્રિશભે ડિપ્રેશન માં હતો.તેને આપઘાતના વિચારો આવતા હતા. તેના લીધે તે પરીક્ષા આપી શક્યો નહોતો, ત્યારબાદ તે સપ્લિમેન્ટરી પરીક્ષા આપીને પાસ થયો, તેમ છતાં કોલેજે તેનું એડમિશન રદ કરાયું હતું.
ડિપ્રેશનમાં ગયેલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહે તો એડમિશન રદ્દ ન કરી શકાય તેવો આદેશ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. કોલેજના ર્નિણય સામે જસ્ટિસ એનવી અંજારિયાએ ૧૫ દિવસમાં બી.ટેકમાં વિદ્યાર્થીનો અભ્યાસ આગળ કરવા દેવા આદેશ કર્યો છે. હાઇકોર્ટના આ આદેશથી અનેક વિદ્યાર્થીઓને ફાયદો થશે.HS