Western Times News

Gujarati News

સરદાર પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશનના કર્મચારીઓએ વડતાલધામની પદયાત્રા કરી

અમદાવાદ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, બાકરોલમાં સંસ્થાના તમામ કર્મચારીઓ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિતે વડતાલ સ્વામિનારાયણ મંદિરની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન કેમ્પસનાં ચેરમેનશ્રી ગીરીશ પટેલ, સેક્રેટરીશ્રી શીતલ પટેલ અને બી. ઍડ.નાં આચાર્યશ્રી ડૉ. પ્રભાત કાસરાનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાનું આયોજન શ્રાવણ માસના છ દિવસ સુધી કરવામાં આવેલ છે, જેની શુભ શરૂઆત ૧ લી સપ્ટેબર, બુધવારથી કરવામાં આવી હતી.

હાલનાં સમયમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે અને સૌ કોઈ પોતાના કાર્યોમાં વ્યસ્ત રહે છે ત્યારે તમામ કર્મચારી એકબીજા સાથે સારો સંપર્ક કેળવે, પ્રાકૃતિક સૌન્દર્ય માણી શકે, તેઓની શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે અને દેવદર્શનનો લાભ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત ગુરુવારે સવારે ૭ વાગ્યે બી.ઍડ.નાં તમામ કર્મચારીઓએ પદયાત્રા શરૂ કરી હતી, જેમાં સ્પેક કેમ્પસના સેક્રેટરીશ્રી શીતલ પટેલ અને તેમના ધર્મપત્ની તેમજ તમામ શૈક્ષણિક – બિનશૈક્ષણિક કર્મચારીઓ ઉત્સાહભેર જાેડાયા હતાં. અંતે વડતાલધામ સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા હતાં

તેમજ પૂ. શ્યામવલ્લ્ભ સ્વામીએ તેમનું સ્વાગત કરીને સત્સંગનો લાભ આપ્યો હતો. ઉપરોક્ત કાર્યક્રમનાં સુંદર આયોજનની સફળતા બદલ કેમ્પસનાં ચેરમેનશ્રી ગીરીશ પટેલ, સેક્રેટરીશ્રી શીતલ પટેલ, તમામ ટ્રસ્ટીગણ – જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ, ભાવિન પટેલ તેમજ આચાર્યશ્રી ડૉ. પ્રભાત કાસરાએ સૌને અભિનંદન પાઠવ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.