Western Times News

Gujarati News

આત્મશુધ્ધિનું મહાપર્વઃ પર્યુષણ પર્વ

લગભગ વ્યક્તિ માત્રને અનેક પાપો કરવા પડતા હોય છે તે, પણ હવેથી પાપ કરતા પૂર્વે આત્મનિરીક્ષણ કરવાનું શરૂ કરો, આત્માને પ્રશ્ન કરો, તું ક્યાં સુધી અઢાર પાપસ્થાનકો તથા દોષોનું સેવન કરતો રહીશ??

પ્રસન્નહૃદયથી માનવને મન પ્રત્યેક દિવસ પર્વ છે. પ્રત્યેક ક્ષણ એ અમૂલ્ય આરાધનાની તક છે. ઉચ્ચ આરાધક આત્માની એક પણ ક્ષણ શુભ ભાવો કે શુભ પ્રવૃત્તિ વિના જતી નથી. પણ જ્યાં સુધી અંદરથી જાગૃતિ નથી આવતી ત્યાં સુધી જીવનની અમૂલ્ય ક્ષણો બિનઉપયોગી અને નિર્થક પ્રવૃત્તિઓમાં જ ચાલી જતી હોય છે. સામાન્ય સંસારીજનો માટેે આવુૃ જ બનતુ હોય છે.

કોઈક ઋષિમુનિએ કહ્યુે છે કે,‘ ન મૂઢો આત્મમુખઃ ક્વચિત, સંસારમાં ફસાયેલા, સપડાઈ ગયેલો કે સંડોવાઈ ગયેલા આત્મા ક્યારેય પણ ગંભીરતાથી આત્મસન્મુખ થતી નથી. તેથી જ પરમ કારૂણિક મહાપુરૂંષોએ વિશિષ્ઠ રીતે આત્મસન્મુખ થવાય તે માટે અધ્યાત્મ પર્વની આયોજન કરી છે.

પર્યુષણ પર્વ એ ‘અધ્યાત્મ પર્વ છે’ જૈન દર્શનની અતિ પ્રાચીન પરંપરામાં ધર્મપર્વ કે અધ્યાત્મ પર્વમાં સ્વાધ્યાય અને ધ્યાનને પ્રમુખતા આપવામાં આવતી હતી.

અનેકવિધ જૈન પર્વમાં જેન સંઘમાં પર્યુષણ પર્વમાં સંવત્સરીના પ્રતિક્રમણનું અદ્દભૂત વર્ણન છે. એક જ સ્થાનમાં નિશ્ચિત સમયે થતી પ્રતિક્રમણની ક્રિયા એ પર્યુષણ પર્વનું હાર્દ છે. આ પ્રતિક્રમણ કરતી વેળાએ બોલવામાં આવતા સુત્રપાઠો એક મહાન આત્મનિરીક્ષણ કરવાની ક્રિયા છે. અંતરરાત્માને અધ્યાત્મભાવથી ઝબોળી દે એવી એક મહાન સ્વાધ્યાય યોગ છે.

પ્રતિક્રમણની સમસ્ત ક્રિયામાં છ આવશ્યકનો સમાવેશ થાય છે. તેમાનુ પહેલું આવશ્યક સામયિક, આવશ્યક છે. એટલે જ સામાયિક લીધા વગર પ્રતિક્રમણ થઈ શકે નહી. પર્યુષણને અંતર-આત્માથી માણવા હોય તો પ્રતિક્રમણના મહાન સુત્રોના અર્થોનેે ભાવપૂર્વક અંતર આત્મામાં ઘુંટવા જાેઈએ. સામાજીકની પ્રતિજ્ઞામાં મનથી, વચનથી અને કાયાથી પાપ-દોષ કે હાનિકારણ પ્રવૃત્તિઓ ન કરવી અન ન કરાવવી એવી દ્રઢ પ્રતિજ્ઞા કરવામાં આવી છે.

લગભગ વ્યક્તિ માત્રને અનેક પાપો કરવા પડતા હોય છે તે, પણ હવેથી પાપ કરતા પૂર્વે આત્મનિરીક્ષણ કરવાનં શરૂ કરો. આત્માને પ્રશ્ન કરો. તું ક્યાં સુધી અઢાર પાપસ્થાનકો તથા દોષોનું સેવન કરતો રહીશ?? આ પાપસ્થાન સેવનનું પરિણામ શું આવશે? આ પાપસ્થાનકોની સેવના તારી આવશ્યકતા હતી?? કે માત્ર તારી આદત જ હતી??તારે પાપોનું સેવન વિવશતા કે લાચારીથી કરવું પડે છે ?? કે હૈયાના આનંદથી કરે છે?? સામાયિક સમતાભાવ જગાડે છે.

પણ સમતા મેળવવા માટે અંતરાત્મકાને સત્ય જવાબ આપવો પડે છે. અને સત્યનો સ્વીકાર ન થાય તો અસત્યના અંધકારમાં અને દંભમાં અટવાઈ જવુ પડશે. પરંતુ જાે સત્ય રીતે આત્મનિરીક્ષણ થઈ શકશેે તો પોતાનું મન જે પોતાને પાપ પ્રવૃત્તિ કે દંભ છોડી દેવા વિવશ કરશે જ…અરે… પાપો, દોષો, દુર્ગુણો, દુર્વ્યસનો આપોઆપ છુટવા લાગશે. અને સમતાભાવ પ્રગટવા માંડશે.

આ પર્યુષણ પવ પહેલાં જ પ્રતિક્રમણ સુત્રના અર્થને સમજી લઈને સુત્રોના ગહન અર્થને આત્મસાત કરો. આ ક્ષમાપન પર્વના ટાણે નાનામાં નાના અને અણસમજુ આરાધકને પણ એવો ભાવ આવે જ છે કે હેૃુ મારા તમામ દોષોની-ભૂલોની માફી માંગી લઉ.

હું મારા તમામ અપરાધોની ક્ષમા માંગી લઉ. એટલે જ આ સંવત્સરીની પ્રતિક્રમણની વેળાએ અબાલવૃધ્ધો ‘મિચ્છામી દુક્કડમ’ ના પવિત્ર શબ્દથી વાતાવરણનેે ગુંજીત કરી દે છે. પણ અપરાધ કરવાની પ્રવૃતિઓને મૂળથી ઉખેડી નાંખવામાં ન આવે ત્યાં સુધી દોષોનીે પુનરાવૃત્તિ થતી જ રહેશે. તેથી જ દોષો-પાપો અને અપરાધોને થતાં પહેલાં જ અટકાવવાનો પ્રયત્ન -વિચાર કરતા રહેવો જરૂરી છે.

પર્યુષણ પર્વના પાંચ કર્તવ્યો અને અગીયાર વાર્ષિક કર્તવ્યોને પૂ.ગુરૂદેવો ખુબ જ વિસ્તારથી સમજાવતા હોય છે. આપણે આ બધા કર્તવ્યોનું યથાશક્ય પાલન કરવાનું છે. પણ આ દિવસોમાં આત્મનિરીક્ષણ દ્વારા આત્મજાગૃતિ લાવવાની હોય છે. જાે આત્મજાગૃતિ પેદા થશેે તો જ આત્મશત્રુ-આત્મવેરી જેવા પાપદોષો પ્રવેશ કરવાની હિંમત નહીં કરી શકે.

કદાચિત્ર પૂર્વના અભ્યાસથી દોષો ડોકીયુ કરી જશે પણ એની તાકાત નથી કે આત્મામાં ડેરો જમાવી શકે. માટે જ પર્યુષણ પર્વમાં આત્મ જાગૃતિને આત્મસાવધાનીને ધારદાર બનાવીને વર્ષ સુધી આત્મ સાવધાનીની જ્યોતને જ્વલંત રાખવાની છે.
આ પર્યુષણ પર્વના દિવસોમાં પર્વનો એક વિશેષ સંદેશ છે કે આપણે વિશ્વને હિંસામુક્ત બનાવવાની ઝૂંબેશ ઉપાડવી પડશે.

એકબીજાનું શોષણ દુર કરવાની જેેહાદ જગાવવી પડશે. પરમાત્માએ આપણને જે અનુપમ ધર્મ વિશ્વધર્મ-અહિંસા ધર્મ આપ્યો છે તેને નવ્ય, ભવ્ય અને રોચક રીતે વિશ્વમાં પૂર્ણ નમ્રતાથી પ્રસારીત કરવો પડશે. આવા બધા સમુહ સગઠનો સમુહ આયોજનો કરવા માટે જ મંદિરોમાં, ઉપાશ્રયોમાં ,

સ્થાનકોમાં અને ભવનોમાં ધર્મમિત્રોનું- કલ્યાણ મિત્રોનું પર્યુષણ દરમ્યાન મિલન થતુ હોય છે. તેમના સત્સંગે આત્મ જાગૃતિમાં આગળ વધીએ. બસ, આ પર્યુષણ પર્વને, જીવન પરિવર્તન સત્ર બનાવીએ. આ પર્યુષણ પવને ‘ધર્મ પરિવર્ધન સત્ર’ બનાવીએ. અને જીવનને સફળ બનાવીએ.
-ગચ્છાધિપતિ પૂ.આચાર્યશ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.