વધુ પડતા ભાત ખાવાથી હૃદયરોગનું જોખમ
સામાન્ય રીતે ચોખા અને તેમાંથી બનતી વાનગીઓએ સ્વાસ્થ્ય માટે સારી અને હળવી માનવામાં આવે છે. બિમાર વૃદ્ધ અને બાળકોને આ વાનગીઓનું સેવન વધુ કરવા જણાવાય છે. જેથી પાચનમાં રાહત રહે. થોડા સમય પહેલાં માન્ચેસ્ટર અને સલફોર્ડે યુનિર્વસિટીના સંશોધકોએ એક સ્ટડીમાં એવો દાવો કર્યો છેકે
જે લોકો તેમના ભોજનમાં ભાતનો વધુ પડતો ઉપયોગ કરે છે તેમને હાર્ટએટેક અને હાર્ટ ડીસીઝનો વધારે ખતરો રહેતો હોય છે. તે ઉપરાંત ડાયાબીટીસના દર્દીઓએ પણ ભાતનો ઓછો ઉપયોગ કરવાની જરૂર છે. જે ઠેકાણે ખેડૂતો ડાંગરની વધારે ખેતી કરે છે. તે જમીનમાં આર્સનીકનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે
તે ઉપરાંત જાે આવા વિસ્તારમાં પુર આવે તો આર્સનીકનું પ્રમાણ અત્યંત વધી જતું હોય છે. આ આર્સનીક બીજા ટોકિસન્સની સાથે મળીને આપણા શરીરમાં કાર્ડીયોવેસ્કુલર ડિસીઝનું કારણ બની શક છે. જાે નિયમીત રીતે ભાતનું સેવન કરનાર લોકો જાડીયા હોય અને તેમને ધુમ્રપાનની આદત હોય છે.
તો હૃદયરોગની સંભાવના ઘણી વધી જાય છે તેથી આવા લોકોને ભાતનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવાની સલાહ સંશોધકોએ આપી છે. સંશોધકોએ કહયું કે લોકોના મનમાં એક સવાલ ઉઠે છે. કે આપણી જુની પેઢી તો ઘણા લાંબા સમયથી ભાત ખાતી આવી છે તેમ છતાં પણ નહોતો.
કોઈ પણ પ્રકારનો રોગ જાેવા મળતો નહોતો સંશોધકોના જણાવ્યાઅનુસાર જુની પેઢીના લોકો ભાત ખૂબ ખાતા હતા પરંતુ તેઓ શારીરિક શ્રમ પણ ખૂબ કરતા હતા અને તેથી જ તેઓ તંદુરસ્ત જીવન વિતાવી શકતા હતા. પરંતુ નવી પેઢીમાં શારીરિક શ્રમ અને કસરતનો અભાવ જાેવા મળે છે તેને કારણે તેમને અનેક પ્રકારના રોગો થાય છે.