ગળતેશ્વરના વડુંમથક સેવાલીયા ખાતે નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના નવરચિત ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે ૧૭મી સપ્ટેમ્બરના રોજ નમામિ દેવી નર્મદે મહોત્સવની ઊજવણીના ભાગરૂપે સેવાલિયા સ્ટેશન પ્રાથમિક શાળા ખાતેથી રેલી નીકળી સેવાલીયા ચોકડીના સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ સુધી પહોંચી હતી. અને ઉલ્લેખનીય છે કે આજના દિવસે જ માજી મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હોય જેની પણ ઉજવણી તાલુકા ભાજપ દ્વારા કરવામાં આવી હતી.
સેવાલીયા ચોકડી ઉપર ફટાકળા ફોળી ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદાનદી ઉપર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમનું બાંધકામ પૂર્ણ થયેલું છે. આ બાંધકામ પૂર્ણ થતાં ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. અને પ્રથમ વખત નર્મદા ડેમની પૂર્ણ સપાટી એટલે કે ૧૩૮.૬૭ મીટર (૪૫૫ ફૂટ) સુધી જળરાશિ ભરાયેલું છે. આમ, આ ડેમ પ્રથમ વખત પૂર્ણ સપાટી હાંસલ કરેલ છે.
સરદાર સરોવરની સપાટી પ્રથમ વખત પૂર્ણ સપાટી સુધી પહોંચતા ગુજરાત રાજ્યના ચાર કરોડથીએ વધુ વસ્તીને શુધ્ધ પાણી ઉપલબ્ધ થનાર છે. ૧૮ લાખ હેકટર જમીનને સિંચાઈ માટે પાણી, કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં દુષ્કાળ સામે સુરક્ષા પ્રદાન થશે. અને ઘર-ઘરમાં જીવનધોરણ ઊંચું આવનાર છે. જેનાથી સમગ્ર રાજ્યના સ્વાસ્થ્ય, આર્થિક બાબતો, સામાજિક વિકાસ, પ્રવાસન ક્ષેત્ર, તથા પર્યાવરણીય સુવિધાઓ માટે અમૂલ્ય અવસર સાપડનાર છે. ગુજરાત રાજ્યની પ્રજાની વર્ષો જૂનું સ્વપ્ન પરિપૂર્ણ થતા આ ઐતિહાસીક ક્ષણની ઉત્સાહભેર દરેક નાગરિકો દ્વારા ઉજવણી કરવાનું ગુજરાત સરકારે નક્કી કર્યુ છે.
પરંતુ ગુજરાતના પાંચમા મુખ્યમંત્રી જેઓ ૧૮ જુલાઇ, ૧૯૭૩ – ૯ ફેબ્રુઆરી, ૧૯૭૪ સુધી પદ ઉપર રહ્યા હતા. તેમણે મુખ્યમંત્રી તરીકેની પોતાની પ્રથમ મુદ્દતમાં સરદાર સરોવર બંધ (નર્મદા બંધ) પરિયોજનાની પરિકલ્પના કરી અને બીજી મુદ્દતમાં નર્મદા બંધનું અસરકારક બાંધકામ કરાયું. તેમણે નર્મદા બંધને ગુજરાતની જીવાદોરી સમાન ગણાવેલો પરંતુ આ સમગ્ર કાર્યક્રમમાં નર્મદા ડેમમાં મહત્વનું યોગદાન આપનાર માજી મુખ્યમંત્રી સ્વ.ચીમનભાઈ પટેલ ભુલાયા હતા. સેવાલીયા પાલી જિલ્લા પંચાયત સીટના દીપેન પટેલ અને પાલી પંચાયત સરપંચ પ્રણવ પટેલ તરફથી નર્મદા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
નમામિ દેવી નર્મદે મહોત્સવનો પ્રોગ્રામની ઊજવણીના ભાગરૂપે સેવાલિયા સ્ટેશન પ્રાથમિક શાળા ખાતેથી રેલી નીકળી સેવાલીયા ચોકડીના સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ સુધી પહોંચી હતી. જે રેલીના આખરે સેવાલીયા મહીસાગર કાંઠે દેવગોડા મહાદેવ મંદિર ખાતે પહોંચી દેવઘોડા મંદીર ખાતેના કાર્યક્રમમાં સેવાલીયા સ્ટેશનની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. અને મહીસાગર નદીની આરતી કરવામાં આવી હતી.
જેમાં દેવગોડા મંદિરના શકરગીરી મહારાજના અધ્યક્ષ સ્થાનેની આરતી કરવામાં આવી હતી. અને શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં દીપેન પટેલ (જિલ્લા પંચાયત સભ્ય),જંયતીભાઈ પરમાર (ગળતેશ્વર તાલુકા પંચાયત-અધ્યક્ષ), જીતુભાઇ ઉપાધ્યાય (માજી ઉપપ્રમુખ) નીતિનભાઈ પટેલ (મહામંત્રી), સી.જી.રાઉત (વિસ્તરણ અધિકારી), પ્રણવ પટેલ (પાલી પંચાયત, સરપંચ), છત્રસિંહ સોલંકી (સરપંચ -માલવણ) વી.ટી.પટેલ અને મહેશ પરમાર(તલાટી ક્રમ મત્રી-પાલી), મનહરસિંહ (સર્કલ ઓફિસર), અર્જુનસિંહ પરમાર (ગ્રામ સેવક), પાલી અને સેવાલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ તથા શિક્ષકગણ તથા આગણવાડીની બહેનો, આશાવર્કરો બહેનો મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.*