Western Times News

Gujarati News

સરકારના ટ્રાફિક અંગેના નવા કાયદા સામે વાહનચાલકોમાં રોષ

(પ્રતિનિધિ) ભરૂચ, ટ્રાફિક ના નવા કાયદા મુજબ વાહનચાલકો ને દંડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે વાહનચાલકો એ પણ કાયદા નું પાલન કરવા તૈયાર પરંતુ તંત્ર પહેલા ભરૂચ શહેર ના બિસ્માર માર્ગો ની મરામત કરાવે તો વાહનચાલકો કાયદા નું પાલન કરી શકે.અકસ્માત બિસ્માર માર્ગ ના કારણે થાય છે નહિ કે વાહનો ના ડોક્યુમેન્ટ સાથે રાખવાથી જેવા અનેક પ્રશ્નો સાથે વાહનચાલકો માં રોષ જોવા મળી રહ્યો છે તો આમ જનતા ને શું લાભ જેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે.

ગુજરાત માં અકસ્માતો ની ઘટનાઓને નિવારવા માટે સરકારે નવ કાયદા બનાવ્યા અને તેમાં વાહનચાલકો પાસે થી દંડ વસૂલવા માટે ની શરૂઆત ૧૬ મી સપ્ટેમ્બર થી શરૂઆત કરી છે.જે વાહનચાલકો પાસે હેલ્મેટ નથી તે વાહનચાલકો મોંઘા દાટ હેલ્મેટ ખરીદવા મજબુર બન્યા છે. તો પીયુસી,લાયસન્સ અને આરટીઓ એજન્ટો પણ રૂપિયા વસૂલી રહ્યા છે.ત્યારે જે પ્રજા એ સરકાર ને ખોબેખોબે મત આપ્યા એજ બિચારી પ્રજા આજે લૂંટાઈ રહી છે.સરકાર ના નવા નિયમો અને કાયદા પ્રજા માટે જ કેમ? જેને મત આપ્યા તેને પીસાવાનો વાળો આવ્યો અને જેને મત લીધા તેના માટે ખુશી નો માહોલ આવ્યો.સરકાર ના નવા કાયદા મુદ્દે રોષ ઠાલવતા જણાવ્યું કે આ સરકાર ગરીબ પ્રજા ને કાયદા નું પાલન કરાવવા ના નામે રૂપિયા ઉઘરાવી રહી છે અને બિચારા વાહનચાલકો કાયદા નું પાલન ન કરતા આજે મસ્ત મોટો દંડ ભરવા મજબુર બન્યા.ત્યારે પાલીકા ના વિપક્ષી સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા એ વાહનચાલકો સામે જે કાયદો ઘડવામાં આવ્યો છે તેની સામે રોષ વ્યક્ત કર્યો છે.

તો બીજી તરફ વાહનચાલકો પણ બિસ્માર માર્ગ ના મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે.સરકાર ના નવા કાયદા મુજબ હેલ્મેટ,પીયુસી,લાયસન્સ જેવા અગત્ય ના ડોક્યુમેન્ટ ન હોય તો વાહનચાલકે દંડ ભરવો પડે પરંતુ શહેર ના બિસ્માર માર્ગ મુદ્દે સરકારે શું કાયદો બનાવ્યો?પ્રજા માટે જ કાયદો કેમ જેવા આક્ષેપ સામે સરકાર ના નવા કાયદા સામે રોષ વ્યક્ત કર્યો હતો.પહેલા સુવિધા પુરી પાડો પછી વાહનચાલકો પાસે દંડ વસુલો જેવા આક્ષેપ સાથે રોષ ઠાલવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સરકાર ના નવા કાયદા નું પાલન ૧૬ મી સપ્ટેમબર થી લાગુ કરવામાં આવતા પ્રથમ દિવસે જ ૧૨૮ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ જયારે ૧૪ જેટલા વાહનો ને ડીટેઈન કરાયા.ત્યારે શહેર ના બિસ્માર માર્ગ મુદ્દે નગર પાલીકા કે જીલ્લા વહીવટી તંત્ર સામે સરકાર શું કાર્યવાહી કરશે તે પ્રશ્ન લોકો માં ચર્ચા નો બન્યો છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.