લાલુના મોટા પુત્રએ વિદ્યાર્થી જનશક્તિ પરિષદ બનાવી
પટણા, લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ આ દિવસોમાં પોતાની જ પાર્ટી રાષ્ટ્રીય જનતા દળથી નારાજ છે. તેના નાના ભાઈ તેજસ્વી સાથે પણ તેમનો મનમેળ નથી. સોશિયલ મીડિયા પર તેજ પ્રતાપ સતત નાના ભાઈ સામે કટાક્ષ કરી રહ્યા છે.
હવે રવિવારે શિક્ષક દિવસ પર તેમણે વિદ્યાર્થી જનશક્તિ પરિષદની રચના કરી અને પોતાને તેના પ્રમુખ જાહેર કર્યા હતા.કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થી આરજેડીના પ્રદેશ અધ્યક્ષને હટાવીને નવા પ્રમુખ બનાવ્યા બાદ આરજેડીના પ્રદેશ પ્રમુખ સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં તેજ પ્રતાપ વધુ ઉશ્કેરાઈ ગયા છે.
તેજ પ્રતાપે કહ્યું હતું કે તેઓ વિદ્યાર્થી જનશક્તિ પરિષદથી એક નવું આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે. આ આંદોલન બિહાર સહિત અન્ય રાજ્યોમાં પણ થશે. તેમણે યુવાનોને આ મિશનમાં જાેડાવા અપીલ કરી છે. સંસ્થાનું નવું ફેસબુક અને ટિ્વટર પેજ પણ બનાવવામાં આવશે. સભ્યપદ ફોર્મ પણ તૈયાર કરવામાં આવશે. યુનિવર્સિટીમાં કેમ્પનું આયોજન કરવામાં આવશે.
બિહારના આરોગ્યમંત્રી તેજ પ્રતાપે કહ્યું હતું કે વિદ્યાર્થી જનશક્તિ પરિષદ શિક્ષણ, આરોગ્ય અને બેરોજગારીના મુદ્દાને જાેરશોરથી ઉઠાવશે. આ સંગઠન ઇત્નડ્ઢનો જ એક ભાગ હશે. આરજેડીને મજબૂત કરવાનો વિદ્યાર્થી જનશક્તિ પરિષદનો મુખ્ય ઉદ્દેશ છે. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થી આરજેડી અલગ રીતે ચાલશે અને અલગ રીતે કામ કરશે.HS