Western Times News

Gujarati News

કાનપુરમાં તાવનો કહેર, અત્યાર સુધીમાં ૧૮ના મૃત્યુ

કાનપુર, ઉત્તરપ્રદેશના કાનપુર શહેરમાં તાવનો કહેર સતત વધી રહ્યો છે. તેના પગલે અત્યાર સુધીમાં ૧૮ લોકોના મૃત્યુ થયા છે. કલ્યાણપુરના કુરસૌલી ગામમાં સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં રવિવાર સુધીમાં ૬ના મૃત્યુ થયા છે. તેમાંથી ૪ મૃત્યુ ૪૮ કલાકમાં થયા છે.

ડીએમના આદેશ પછી ચીફ મેડિકલ ઓફિસર પોતે ટીમની સાથે ગામ પહોંચ્યા અને મચ્છરના લાર્વા ખત્મ કરવા માટે દવાનો છંટકાવ કર્યો.
સતત થઈ રહેલા મૃત્યુથી કુરસૌલીમાં કરફ્યુ જેવો માહોલ થઈ ગયો છે.

ઘણા લોકો પોતાના ઘરમાં કેદ રહેવા મજબૂર થઈ ગયા છે, કેટલાક લોકો ઘર છોડીને બીજી જગ્યાએ જવા લાગ્યા છે. જે ઘરમાં લોકો છે તો ત્યાં કોઈકને કોઈકને તાવ છે. ગામના લોકોનું કહેવું છે કે આટલો સન્નાટો આ ગામમાં કોરોનાના સમયે પણ નહોતો.

કુરસૌલી ગામમાં બનેલ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં સ્વાસ્થ્ય સુવિધાઓ પણ સારી નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે જાે અહીં સારી સુવિધા હોત તો કદાચ આ ૬ લોકોના જીવ બચી શક્યા હોત. અહીં બનેલા સરકારી હેલ્થ સેન્ટરમાં લોહીની ચકાસણીની પણ સુવિધા નથી.  અહીંથી બ્લડ સેમ્પલ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવે છે. એવામાં રિપોર્ટ આવવામાં ૩-૪ દિવસ લાગી જાય છે. ત્યાં સુધીમાં દર્દીની સ્થિતિ બગડી જાય છે.

કુરસૌલી ગામમાં અત્યાર સુધીમાં ૨૦૦ લોકો તાવથી સંક્રમિત થયા છે. તેમાંથી ૨૮થી વધુ લોકોમાં ડેન્ગ્યુની પુષ્ટિ થઈ છે. જાેકે બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ડીએમના આદેશ પર ગામમાં મેડિકલ કેમ્પ લગાવવામાં આવ્યો છે.ખાનગી ડોક્ટરોના ત્યાં અહીં દર્દીઓનો ભરાવો છે. અહીં રવિવારે પણ ક્લિનિક ખુલ્લા રહ્યાં. ઈન્દિરાનગરમાં પોતાનું ક્લિનિક ચલાવનાર જનરલ ફિઝિશિયન ડો.એસ કે અવસ્થીનું કહેવું છે કે એકદમથી આટલા દર્દીઓનું આવવું તે કોઈ માટી સમસ્યા તરફ ઈશારો કરે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.