Western Times News

Gujarati News

નેપાળ સરકારે પ્રધાનમંત્રી મોદીની સામે પ્રદર્શન કરનારાઓ ઉપર કડક પગલા લેવાનો આદેશ આપ્યો

કાઠમાંડૂ, નેપાળ સરકારે પ્રધાનમંત્રી મોદીની સામે પ્રદર્શન કરનારાઓ પર કડક પગલા લેવાનો આદેશ આપ્યો છે. નેપાળમાં નવી સરકાર બન્યા પછી સત્તારૂઢ ગઠબંધન દળ માઓવાદી અને સમાજવાદી પાર્ટીના સમર્થકો અને કાર્યકર્તાઓ દ્વારા ભારત વિરોધી પ્રદર્શન કરવા અને ભારતીય પ્રધાનમંત્રીનું પુતળું સળગાવવાની ઘટનાને નેપાળ સરકારે ગંભીરતાથી લીધી છે.

સરકાર તરફથી હોમ મિનિસ્ટ્રીને ૨૪ કલાકની અંદર સતત બેવાર વક્તવ્ય બહાર પાડી કારણ વિના ભારત વિરોધી પ્રદર્શન કરવા અને પ્રધાનમંત્રી મોદીનું પુતળું સળગાવવા પર કડક વિરોધ કરતા કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી છે.

હોમ મિનિસ્ટ્રી દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જાે કોઇ વ્યક્તિએ પ્રધાનમંત્રી મોદીનું પુતળું સળગાવ્યું તો તેને જેલ મોકલી દેવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું, પાછલા અમુક દિવસોથી જાેવામાં આવી રહ્યું છે કે આપણા મિત્ર રાષ્ટ્રના પ્રધાનમંત્રીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમના વિરોધમાં નારેબાજી થઇ રહી છે. જુલૂસ કાઢવામાં આવી રહ્યું છે. પુતળુ દહન કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારની નીંદનીય ઘટનાને લઇ હોમ મિનિસ્ટ્રી ગંભીર આપત્તિ વ્યક્ત કરે છે.

હોમ મિનિસ્ટ્રીના પ્રવક્તાએ કહ્યું, નેપાળ પોતાની ભૂમિ પર કોઇપણ સ્થિતિમાં પોતાના મિત્ર રાષ્ટ્રના વિરોધમાં પ્રયોગ નહીં થવા દેવા બાબતે પ્રતિબદ્ધ છે. પાડોશી દેશના સ્વાભિમાન અને સન્માનને ઠેસ પહોંચે આ પ્રકારની કોઇપણ હરકતને માફ કરવામાં આવશે નહીં.

નેપાળના ગૃહ મંત્રાલયે ચેતવણી બહાર પાડતા પાડોશી દેશ સામે થનારા વિરોધ પ્રદર્શન અને સભા નહીં કરવાની અપીલ કરતા આ પ્રકારની હરકત કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કહી છે. નેપાળ સરકારે કહ્યું કે, સરકારની પ્રાથમિકતા પાડોશી દેશો સાથે સંબંધોમાં સુધાર કરતા તેને મજબૂત કરવાનો છે. સરકાર પાડોશી દેશ સાથે ડિપ્લોમેટિક રીતે વાત કરી સમસ્યાઓનો ઉકેલ લાવવા માગે છે.

નેપાળ સરકારે પહેલીવાર ચીનની સાથે સીમા વિવાદ રહેવાની વાત સ્વીકાર કરી છે. નેપાળ સરકારે કહ્યું કે, ચીન દ્વારા અતિક્રમિત નેપાળી ભૂમિ વિશે તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. સરકારના આ ર્નિણયની સાથે જ નેપાળમાં સત્તારૂઢ માઓવાદી અને એકીકૃત સમાજવાદી પાર્ટીના છાત્ર સંગઠનોએ જૂની વાતો કાઢીને ભારત વિરોધી પ્રદર્શન શરૂ કરતા પ્રધાનમંત્રી મોદીના પુતળાનું દહન કરવાનું કામ કર્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.