વટવાની લેજેન્ડ ઈન્ડસ્ટ્રીઝે મંજૂરી વિના દવા બનાવતા અને પ્રદૂષણ ફેલાવતાં રપ લાખનો દંડ

અમદાવાદ, વટવામાં આવેલી લેજેન્ડ ઈન્ડસ્ટ્રીઝ કોઈ પ્રકારની મંજૂરી વગર લોહતત્વની દવા બનાવતી ઝડપાઈ હતી. આ ઉપરાંત એસીડ વાળું પાણી ખારીકટ કેનાલમાં છોડતી ઝડપાઈ ગઈ હતી. આ સિવાયના અનેક ગુનાઓ હોવા છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેની સામે આંખ આડા કાન કરીને માત્ર રપ લાખનો દંડ વસુલી અને કલોઝર નોટીસ આપી સંતોષ માની લેતા જીપીસીબીના બેવડા ધોરણ ખુલ્લા પડી ગયા છે.
થોડા દિવસ પહેલાં ખારીકટ કેનાલમાં એસીડવાળું પાણી છોડવામાં આવ્યું હતું. જેની તપાસનંુ પગેરૂ વટવામાં આવેલી લેજેન્ડ ઈન્ડસ્ટ્રીઝ સુધી નીકળ્યું હતું. પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી સી. એ.શાહે ત્યાં જઈને તપાસ કરતાં અનેક ચોકાવનારા કૌભાંડ ખુલ્લા પડયાં હતાં.
મુકેશ પટેલની માલીકીની લેજેન્ડ ઈન્ડ.માં જીપીસીબીને મંજૂરી વગર ફેરસ એસ્કોબિક એસીડ એટલે કે લોહતત્વની દવાનું ઉત્પાદક કરાતું હતું. એટલું જ નહી આ ફેકટરી પાસે ચામડીના રોગમાં કામ આવતી એન્ટીબાયોટીક દવા પ્રતી માસ બે ટન અને વિટામીન-બીની પ્રતી માસ દોઢ ટન અને વિટામીન-બીની પ્રતી માસ ડોઝ બનાવવાની મંજૂરી હતી.
આમ છતાં લેજેન્ડ ઈન્ડના માલીકે તેના કરતાં અનેકગણું ઉત્પાદન કરતાં હોવાનું ખુલ્યું હતું. આમ અનેક ગેરરીતિઓ ઝડપાઈ હોવા છતાં જીપીસીબીએ તેમના પ્રત્યે અગમ્ય કારણોસર કુણી લાગણી દર્શાવી માત્ર રપ લાખની ઈડીસી એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પોન્સેન ફટકારાઈ છે. તેમજ ફેકટરીને કલોઝર નોટીસ આપવામાં આવી છે.
સમગ્ર કારખાનેદાર આલમમાં ચર્ચા છે. કે આ લેજેન્ડ ઈન્ડસ્ટ્રીઝ એસીડવાળું પાણી ખારીકટ કેનાલમાં છોડવું, મંજુરી વગર દવાનો બનાવવી, જીએસટીના બીલો ન રાખવા, એસીડ, વાળા પાણીનો મટા જથ્થાનો સંગ્રહ કરવો મંજુરી છે.
તેવી દવાઓનું નિયત જથ્થા કરતાં અનેકગણેું ઉત્પાદન કરવી સહિતની અનેક ગેરરીતિઓ આચરી છે. છતાં માત્ર રપ લાખનો દંડ ફટકારીને જીપીસીબીએ સંતોષ માની લેતાં જીપીસીબીના અધિકારીઓની નીતિ-રીતિ સામે શંકાની સોય તણાઈ છે.