Western Times News

Gujarati News

પાલિતાણાઃ વાયબ્રન્ટ તાલુકાની સમસ્યા ઠેરની ઠેર

File

ઔદ્યોગિક વિકાસના નામે મીડુંઃ હોસ્પિટલ સેવા અપૂરતી પરિવહન, શિક્ષણ વિગેરે પ્રશ્નોઃ પાયાની જરૂરિયાત સંતોષાતી નથી, અણઉકેલ પ્રશ્નોના ઉકેલ આવે તેવી માંગ

પાલિતાણા, જૈન યાત્રાધામ પાલીતાણા નગરઅનેક ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે. આમ છતાં આ નગર વધુ વિકસી શકે તેમ છે. સ્થાનિક પાયાના પંરશ્નો એક નહીં અનેક રહ્યાં છે. પાલિતાણા તીર્થનગરી વિકાસ નગરી બને તે આવશ્યક છ્‌ે. તે માટે સર્વક્ષેત્રના સહયોગ આવશ્યક છે.

પાલિતાણાના વિકાસ માટે સુંદર આયોજન થાય છે પરંતુ આ બધુ કાગળ ઉપર જ રહી જાય છે. રખડતા ઢોરનો ત્રાસ છે. ઔદ્યોગિક રીતે પછાત રહ્યું છે. એસટી તંત્રની અસુવિધાઓ છે. રસ્તા પાણી, આરોગ્ય, પરિવહન, ઉદ્યોગોનાં અભાવ, બોયઝ કોલેજ, પોલીસ સ્ટેશન વધારવું સરકારી દવાખાનમાં નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂંક કરવી સહિતના અનેક પ્રશ્નોથી પાલીતાણા ઘેરાયેલું છે.

આ ઉપરાંત તળાજા બાયપાસ રોડ, નવી જીઆઈડીસી કાર્યરત કરવી તેમજ નવી રોજગારી ઉભી કરવી, પવિત્ર તીર્થનગરી પાલિતાણામાં અહીંસા યુનિવર્સિટીની સ્થાપના કરવી, એક યાત્રાધામથી બીજા યાત્રાધામોને જાેડતા નવા બસ રૂટ શરૂ કરવા.

જૈન યાત્રા ધામ હોઈ પાલિતાણાને એરપોર્ટ આપવું. પાલિતાણા શહેર જૈનોના યાત્રાધામ તરીકે દેશ-વિદેશમાં ખ્યાતનામ હોવા છતાં અહીં જાેઈએ તેવી વિકાસની તક ઉભી થવા પામી નથી. અનેક સમસ્યાઓથી ઘેરાયેલું પાલિતાણા નગર ધીરે ધીરે સમસ્યા નગરમાં રૂપાંતરિત થઈ રહ્યું છે. ત્થારે પાલીતાણાના વિકાસ માટે કંઈક નક્કર કામગીરી કરવી જાેઈએ.

પવિત્ર તીર્થનગરી પાલિતાણા વર્ષોથી અણઉકેલ પ્રશ્નોનો નિકાલ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. નબળી નેતાગીરી અને કૌભાંડી સરકારી બાબુઓની મીલીભગતથી પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે. જનતાની વેદના દૂર કરવા કોઈ આગળ આવશે ખરેં ?

પ્રજાની વેદના દુર કરવા કેન્દ્રીય મંત્રી મનસુખદભાઈ માંડવીયા, સાંસદ, ધારાસભ્ય, નગરસેવકો, રાજકીય આગેવાનો સામાજીક સંગઠનો પ્રેસર ગ્રુપ બનાવી ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી જનતાની વેદના દર્ર કરવા નક્કર કામગીરીની જરૂર છે.
પવિત્ર તીર્થનગરી પાલીતાણા ઢગલા બંધ સમસ્યાઓ વચ્ચે રીબાઈ રહેલ છે.

શહેરમાં ઔદ્યોગિક વિકાસના નામે મીંડુ છે. શહેરની પાયાની જરૂરિયાત સંતોષાતી નથી. રસ્તા, આરોગ્ય, એસટી, રેલગે, શિક્ષણ, એરપોર્ટ, બોયઝ કોલેજ વગેરે પ્રશ્નો અંગે તાકીેદે ઉકેલ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. વાયબ્રનટ તાલુકાની સમસ્યા ઠેરની ઠેર છે.

પાલિતાણા તાલુકામં સમૃધ્ધિ અને સાનુકુળ સ્થિતિ હોવા છતાં તેમજ ફળદ્રુપ જમીન અને કુદરતી સમૃધ્ધિ ધરાવતો પાલિતાણા તાલુકો અનેકવિધ કારણોસર વિકાસથી વંચિત રહેલ છે. ગમે તે કારણોસર આ વિસ્તારમાં જનતાને આનુસાંગિક વિકાસ્ના લાભો મળ્યા નથી. રાજકારણીઓ દ્વારા પાલિતાણા તાલુકાના વિકાસ પરત્વે ઉપેક્ષા સુવાતી હોવાની જનતાની લાગણી છે. પ્રજાના પ્રતિનિધિઓ સત્તાતંત્ર પાસેથી કામ લેવામાં ઉણા ઉતર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.