Western Times News

Gujarati News

તલાટી ત્રણ અપીલમાં હાજર નહી રહેતા 15 દિવસમાં માહિતી આપવા હુકમ

અરજદારે છેલ્લા પાંચ વર્ષની કુલ ગ્રાંટની માહિતી, સંસદ સભ્ય તરફથી મળેલ ગ્રાન્ટની માહિતી મેળવવા 2005માં તાલુકા પંચાયત ઝઘડિયાને રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ ૨૦૦૫ હેઠળ અપીલ કરી હતી. 

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામે રહેતા અજય ચુનિલાલ વસાવા નામના ઈસમે ગત જૂન માસમાં ગ્રામ પંચાયતના તલાટી પાસે માહિતી અધિકારી કાયદા હેઠળ દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતની હદમાં સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવેલ વિવિધ વિકાસના કામોની માહિતી માંગી હતી.

જેમાં છેલ્લા પાંચ વર્ષમાં સરકાર તરફથી મળેલ કુલ ગ્રાંટની માહિતી,તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત તરફથી છેલ્લા પાંચ વર્ષની કુલ ગ્રાંટની માહિતી, સંસદ સભ્ય તરફથી મળેલ ગ્રાન્ટ ની માહિતી, ગ્રામ પંચાયતની હદમાં બનાવવામાં આવેલ મત્સ્ય ઉદ્યોગ માટે ફાળવવામાં આવેલ ગ્રાંટની માહિતી,ગ્રામ પંચાયતની હદમાં બનાવવામાં આવેલ બાગ ની ગ્રાંટની માહિતી,

ગ્રામ પંચાયતની હદમાં આવેલ ચંદન નગરીમાં બનાવવામાં આવેલ પાણીની ટાંકી બાબતે મેળવવામાં આવેલ કુલ ગ્રાંટની માહિતી વિગેરે અરજદાર અજય ચુનીલાલ વસાવા દ્વારા માંગવામાં આવી હતી.પરંતુ માહિતી માંગનારને ગ્રામ પંચાયત દુમાલા વાઘપુરા દ્વારા માંગવામાં આવેલી માહિતી આપવામાં આવેલ નથી

જેથી તેણે અપીલ સત્તા અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત ઝઘડિયા ને રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ ૨૦૦૫ હેઠળ અપીલ કરી હતી. અરજદાર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવેલી અપીલના સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયા દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગવામાં આવેલી

માહિતી ન મળી હોવાથી પ્રથમ અપીલ અરજીની સુનાવણી તા.૧૧.૮.૨૧ ના રોજ તથા બીજી સુનાવણી તા. ૨૫.૮.૨૧ ના રોજ તથા ત્રીજી સુનાવણી તા.૧.૯.૨૧ ના રોજ રાખવામાં આવી હતી.તાલુકા વિકાસ અધિકારી દ્વારા રાખવામાં આવેલ ત્રણેય સુનાવણીમાં અરજદાર અજય વસાવા હાજર રહ્યો હતો.

ત્યારે દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રી ત્રણે સુનાવણીમાં હાજર નહીં રહ્યા હતા. જેથી ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ત્રણે સુનાવણીમાં હાજર નહીં રહેતા જાહેર માહિતી અધિકારી અધિનિયમ અંતર્ગત અરજદાર દ્વારા માગ્યા માહિતી હુકમ તારીખ થી દિન ૧૫માં વિનામૂલ્યે માહિતી પૂરી પાડવા જાહેર માહિતી અધિકારીએ તલાટી કમ મંત્રી દુમાલા વાઘપુરાને આદેશ કર્યો હતો.

અરજદાર દ્વારા માંગવામાં આવેલી વિકાસના કામોની માહિતી નહી આપી અને તે બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રાખવામાં આવેલ ત્રણ સુનાવણી દરમ્યાન હાજર નહી રહેતા માહિતી અધિકારીના વલણ પરથી ફલિત થાય છે કે સરકારી બાબુઓમાં માહિતી અધિકાર કાયદાની કેટલી ગંભીરતા દાખવવામાં આવે છે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.