Western Times News

Gujarati News

સુરતમાં લાંચ લેતાં ઝડપાયેલાં નાયબ વેરા કમિશનરના ઘરમાં કંઈ મળ્યું નહીં

સુરત, મહિને ૧.૦ર લાખનો પગાર હોવા છતાં પણ જીએસટી નંબર ફરી ચાલુ કરવા એક લાખની લાંચ માગનાર નરસિંહ પાંડોરના ઘરની ઝડતી લેવાઈ હતી. અઠવા લાઈન્સ સરકારી આવાસમાંથી પોલીસને રોકડા ૧૦ હજાર સહિત માત્ર રૂ.૭૬,૬૪૦નું રાચરચીલું મળ્યું હતું.

નાયબ વાણિજય વેરા કમિશનર તરીકેની વર્ગ-૧ની એકિઝકયુટીવ પોસ્ટ ઉપર ફરજ બજાવતાં નરસિંહ પાંડોર શુક્રવારે એસીબીના છટકામાં સપાડાય હતા. ભાગીદારી પેઢીના સંચાલક પાસે બંધ થઈ ગયેલો જી.એસ.ટી. નંબર ફરી ચાલુ કરાવવા માટે આ અધિકારીએ તેમના માનીતા અને અડાજણ વુડસ સ્કવેયરમાં ટેક્ષ કન્સલટન્સીની ઓફિસ ધરાવતા એડવોકેટ કિશોરચંદ્ર પટેલ પાસે ફાઈલ તૈયાર કરાવવાના બહાને મોકલી આ ટેક્ષ કન્સલટન્ટ પાસે દોઢ લાખ આપવા જણાવ્યું હતું.

પહેલા પચાસ હજાર તો આપી દીધા હતા, પરંતુ બીજા રૂપિયા આપી શકાય તેમ નહિ હોઈ તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી.

શુક્રવારે અધિકારીની કચેરી અને ટેક્ષ કન્સલટન્ટની કચેરી એમ બે સ્થળે ટીમ ગોઠવી પોલીસે નાયબ વેરા અધિકારી નરસિંહ પાંડોર, ટેક્ષ કન્સલટન્ટ કિશોરચંદ્ર પટેલ અને તેમની ઓફિસમાં નોકરી કરતાં ધર્મેશ મનહરગીરી ગોસ્વામી, વિનય હરીશ પટેલને ઝડપી લીધા હતા.

એસીબીએ નરસિંગ પાંડોરના અઠવા લાઈન્સ સ્થિત સરકારી આવાસમાં સર્ચ કરતા પોલીસને આશ્ચર્યજનક રીતે રોકડ તથા રાચરચીલાના નામે માત્ર ૭૬,૬૪૦ની રોકડ મળી હતી. આ અધિકારીના ઘરમાંથી ૭૬,૬૪૦ની રોકડ મળી હતી. આ અધિકારીના ઘરમાંથી રોકડા ૧૦ હજાર તથા લકઝુરીયસ સામાનના નામે માત્ર એક વોશિંગ મશીન મળ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.