Western Times News

Gujarati News

ભાદરવી પૂનમ મહામેળો મોકૂફ રાખવામાં આવે તેવી શક્યતા?

દર વર્ષે અંબાજીમાં ભાદરવી પુનમનો મહામેળો યોજાય તે દરમિયાન (૨) બે માસ પહેલાથી મેળા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા મીટીંગો અને આયોજનો કરવામાં આવે છે

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમ મહા મેળા ૨૦૨૧ ના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અને બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી તરફથી મેળો મોકૂફ રાખવા બાબતે કોઈ જ ર્નિણય લેવાયો નથી.

અને બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી દ્વારા અંબાજી મા ડી.કે સર્કલથી જુના નાકા સુધી અંબાજી મંદિરની આગળ નો રસ્તો તારીખ ૦૨/૦૯/૨૦૨૧ થી બંધ કરવામાં આવેલ છે તેનું જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ નથી અને મેળા ની જાહેરાત થઈ નથી અને અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી તારીખ ૦૨/૦૯/૨૦૨૧ થી રસ્તો બંધ કરી સવારથી જ ભાદરવી પૂનમ મહા મેળા મા લગાડવામાં આવતી રેલિંગ રોડ વચ્ચે લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

અને બીજી બાજુ બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા તા.૦૩/૦૯/૨૦૨૧ થી ૩૦//૦૯/૨૦૨૧ સુધી જાહેરનામું નં. ડી/એમએજી /૧/માસ્ક/જાના – ૯૩/૨૦૨૧ વશી/૬૭૦૫ – ૬૭૮૦ આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આ હુકમનો ભંગ થયેલ રૂપિયા ૧૦૦૦ નો દંડ વસૂલ કરવામાં આવશે

આવા મોટા દંડની વાતો માણસોમાં ચર્ચાઈ રહેલી છે કે અંબાજી મંદિર ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રીને પણ જાણ હોવી જાેઈએ કે દર વર્ષે ભાદરવી નો મહા મેળો યોજાય છે અને તેને જાેતાં યાત્રાળુઓ પાસેથી માસ્કના નામે પૈસા ઉભા કરવા માટે આટલા મોટા દંડ નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે બીજી તરફ ચર્ચાએ વેગ પકડ્યો છે કેઅંબાજી માં આવવા યાત્રાળુઓ સંઘ લઈ રવાના થઇ ચુક્યા છે

અને બીજી તરફ અંબાજીમાં યાત્રાળુઓના સંઘનું આગમન થઈ ચૂકયું છે તો પછી સરકાર કોવિડ-૧૯ ધ્યાનમાં રાખી અને ભાદરવી પૂનમ મહા મેળો મેળો ૨૦૨૧ નો અને કોરોના ની ત્રીજી લહેર ના ફેલાય તે માટે યાત્રાધામ અંબાજીમાં કઈ કઈ વ્યવસ્થાઓ કરવામાં આવી છે

અને જાે કોરોના ફેલાયો તો તેની જવાબદારી કોની તે પણ એક ચર્ચાનો માહોલ બની ગયો છે તો પછી બીજી તરફ ભાદરવી પુનમનો મહા મેળા દરમિયાન યાત્રાળુઓને રહેવા જમવા પાણી મેડીકલ અને સૌચાલય ની જેવી અનેક સુવિધાઓ હજી સુધી કરવામાં આવી નથી અને ભાદરવી પૂનમના મેળા દરમિયાન યાત્રાળુઓ માટે આવા જવા માટે એસટી બસોની કેટલી સુવિધાઓ કરવામાં આવેલ છે

અને કયા રૂટ ઉપર મુકવામાં આવેલ છે અને કઈ કઈ જગ્યાએ એસટી સ્ટોપ મુકવામાં આવેલ છે તેની પણ કોઈ જાણકારી નથી અને બીજી તરફ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન યાત્રાળુઓ ચાલતા આવી રહ્યા છે કોવિડ – ૧૯ ને ધ્યાનમાં રાખી તેમના માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવશે કે બંધ રાખવામાં આવશે એ પણ ચર્ચાઈ રહી છે.

બીજી તરફ દર વર્ષે અંબાજીમાં ભાદરવી પુનમનો મહામેળો યોજાય છે તે દરમિયાન (૨) બે માસ પહેલાથી મેળા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા મીટીંગો અને આયોજનો કરવામાં આવે છે તો પછી ૨૦૨૧ ના અંબાજીના ભાદરવી પૂનમના મહા મેળા માટે કેમ તૈયારીઓ કરવામાં નથી આવી તે વાતની યાત્રાળુઓના મુખે ચર્ચાનો માહોલ બન્યો છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.