Western Times News

Gujarati News

ગુજરાતમાં આ પાંચ જગ્યાએ શેરીઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરાયું

જાેગણી માતાનું મંદીર સોમનાથ નગર બીજાે પોઈન્ટ રામજી મંદીરમાં ત્રીજાે પોઈન્ટ શિક્ષકોની નાણાં ધિરનાર મંડળીની લાંબી ખાતે ચોથો પોઈન્ટ મહેતા શેરી અને પાંચમો પોઈન્ટ નર્મદા કોલોનીમાં મેદાનમાં નકકી કરી બાળાઓને શિક્ષણ આપવામાં આવી રહયું છે.

હારિજ, હારીજ ખાતે આદર્શ પ્રાથમીક કન્યા શાળા બજાર મધ્યે આવેલી છે. કોરોના મહામારીથી બહેના શિક્ષણ પર માઠી અસર પડી હોવાથી કન્યા પ્પ્રાથમીક શાળાના શિક્ષકો દ્વારા છાત્રોની અનુકુળતા મુજબ પાંચ અલગ અલગ જગ્યાઓે નકકી કરી બહેનોને શેરી શિક્ષણ એક મહીના ઉપરાંત સમયથી આપવામાં આવી રહયું છે.

હારીજ ખાતે પ્રાથમીક કન્યા શાળાની સ્થાપના આઝાદી કાળ પહેલાં ગાયકવાડ શાસનમાં વર્ષ ૧૯૪ર માં થઈ હોવાના રેકર્ડ દશાર્વે છે. ધોરણ-૧થી૮ સુધી માત્ર બાળાઓ અભ્યાસ કરતી હોઈ દરેક વર્ષ સંખ્યા હાઉસફુલ રહે છે.

હાલમાં ૪૩૦ ઉપરાંત બહેનોની સંખ્યા ધરાવે છે. છેલ્લાં દોઢ વર્ષથી કોરોના મહામારીના કારણે કન્યાઓના અભ્યાસ પર માઠી અસર પહોચી છે. શાળાના આચાર્ય અને ૧૪ શિક્ષક સ્ટાફ દ્વારા છેલ્લાં એક માસ ઉપરાંતથી પાંચ પોઈન્ટ નકકી કરી બાળાઓને શેરી શિક્ષણ આપવામાં આવી રહયું છે.

જેમાં જાેગણી માતાનું મંદીર સોમનાથ નગર બીજાે પોઈન્ટ રામજી મંદીરમાં ત્રીજાે પોઈન્ટ શિક્ષકોની નાણાં ધિરનાર મંડળીની લાંબી ખાતે ચોથો પોઈન્ટ મહેતા શેરી અને પાંચમો પોઈન્ટ નર્મદા કોલોનીમાં મેદાનમાં નકકી કરી બાળાઓને શિક્ષણ આપવામાં આવી રહયું છે. શાળાના શિક્ષક જયેન્દ્રભાઈ દવે, ભરતભાઈ નાણેચા અશોકભાઈ કટારીયા વગેરે શિક્ષક અભ્યાસ આપી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.