Western Times News

Gujarati News

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા ૨૪ શિક્ષકોનું પારિતોષિક આપી સન્માન કરાયું

વિજ્ઞાન અને ટેકનોલોજીની ૨૧ મી સદીને અનુરૂપ શિક્ષણ આપી શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરીએ ઃ બળવંતસિંહ રાજપૂત

(માહિતી બ્યુરો,પાલનપુર) પાલનપુર મુકામે આવેલ શ્રી કાનુભાઇ મહેતા હોલ ખાતે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લાકક્ષાના ૨, ૧ બી.આર.સી.કો-ઓર્ડનેટર અને તાલુકા કક્ષાના ૨૧ મળી કુલ-૨૪ શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કાર ચેક, પારિતોષિક આપી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતે પારિતોષિક મેળવનાર શ્રેષ્?ઠ શિક્ષકોને અભિનંદન પાઠવતાં જણાવ્?યું હતુ કે, આપણા દેશના પૂર્વ રાષ્?ટ્રપતિશ્રી ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્?ણનના જન્મદિને દર વર્ષે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે, આપણા શાસ્ત્રોમાં પણ ગુરૂ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય….. કહીંને ગુરૂને ગોવિંદ કરતા પણ મહાન દરજ્જાે આપવામાં આવ્યો છે. આમ સાચા અર્થમાં ગુરૂ જ માર્ગદર્શક છે. આ રાષ્?ટ્રના ઘડતરમાં શિક્ષકોનું બહુ મોટું યોગદાન છે.

તેમણે કહ્યું કે, આપણા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, શાળાઓમાં ઓરડાઓ, કોમ્પ્?યુટર લેબ સહિતની ભૌતિક સુવિધાઓ આપીને નવીન પહેલ કરી હતી. તેમના રાહ પર ચાલી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર આગળ વધી રહી છે.

તેમણે જણાવ્યું કે, વિકાસ અને સુશાસન માટે ગુજરાત મોડેલની સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચા થાય છે. બનાસકાંઠા જિલ્લાની પ્રગતિ વિશે વાત કરતાં ચેરમેનશ્રીએ કહ્યું કે, છેલ્લા દોઢ-બે દાયકામાં બનાસકાંઠા જિલ્લાએ તમામ ક્ષેત્રોમાં હરણફાળ વિકાસ કરી પ્રગતિના નવા સોપાનો સર કર્યા છે. તેમણે જણાવ્યું કે, આજે સ્કીલનો જમાનો છે.

તમારી પાસે સ્કીલ હોય તો રોજગારી સરળતાથી મળી જાય છે એટલે જ સરકાર દ્વારા સ્કીલ આધારીત શિક્ષણ આપી રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં આવી રહ્યું છે. ચેરમેનશ્રીએ શિક્ષકશ્રીઓને અનુરોધ કરતાં જણાવ્યું કે, આપણે સૌ ૨૧ મી સદીમાં જીવી રહ્યાં છીએ ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીની ૨૧ મી સદીને અનુરૂપ શિક્ષણ આપી શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરીએ.

આ પ્રસંગે લોકસભાના સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, કોઇપણ વ્યક્તિ, સમાજ કે રાષ્?ટ્રનો વિકાસ શિક્ષણ સિવાય શક્ય જ નથી ત્યારે બાળકોના ઘડતર અને ઉજ્જવળ ભવિષ્?યના નિર્માણ માટે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃવવાળી કેન્દ્ર સરકારે ૨૦૨૦થી નવી શિક્ષણ નીતિ અમલી બનાવી છે.

તેમણે કહ્યું કે, બાળકોના શિક્ષણ સાથે સમાજજીવન ઘડતરનું અને સમાજને નવી દિશા આપવાનું કામ શિક્ષકો કરે છે. સાંસદશ્રીએ કહ્યું કે ભૂતકાળમાં પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લામાં આજે શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઇ છે. છેલ્લા બે દાયકામાં સમગ્ર રાજયમાં ઠેર ઠેર શિક્ષણની વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ બનવાતા શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-૨૦૦૩માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જેના લીધે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે અને દિકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવતી થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.