Western Times News

Gujarati News

ડમ્પરની અડફેટે મોતને ભેટેલી મહિલા વનકર્મીને સહાય નહિ મળતા મતૃકનો પરિવાર કલેકટરને શરણે

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લામાં સામાજિક વનીકરણ વિભાગમાં ફરજ નિભાવતા મહિલા વનકર્મીનો ડમ્પરની અડફેટે કચડાઈ જવાથી મોત નીપજ્યા બાદ પણ મૃતકના પરિવારને સહાય ન મળતા અને વનકર્મીના ઉચ્ચ અધિકારીઓ જાતિવાદ રાખતા હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારે ભરૂચ કલેકટરને રજૂઆત કરી ન્યાયની આશા વ્યક્ત કરી હતી.

ભરૂચ કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભરૂચના સામાજીક વનીકરણમાં ૨૦૦૭ માં કવિતા ક્રાંતિલાલ ગોહિલ સરકારી ધારા ધોરણ મુજબ ફિક્સ પગારે લાગી હતી જે ૨૦૨૨ માં રેગ્યુલર થતા પ્રથમ વાગરા અને ત્યાર બાદ હેડ ઓફિસ ખાતે ફરજ બજાવતી હતી.અગાઉના ડીએફઓના કાર્યકાળમાં સુખરૂપે નોકરી કરતી હતી.પરંતુ જ્યારથી ડીએફઓ તરીકે ઉર્વશી પ્રજાપતિ આવ્યા છે ત્યારથી જ જાતિવાદ,આપખુદશાહી,ઈર્ષા અને મનસ્વી વર્તન લાવ્યા છે અને અવાર નવાર કવિતાને ટોર્ચર કરવા સાથે માનસિક ત્રાસ આપતા હતા.

સાથે મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ૦૬-૦૩-૨૦૨૪ ના ગાંધીનગરના પરિપત્ર મુજબ મૃતક કવિતાની કેવડીયા ખાતે બદલી થતાં તેઓની સમંતી વગર ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા અને બદલી થયા પછી જલ્દી છૂટા ન કરતાં ૧૩-૦૩-૨૦૨૪ ના રોજ છૂટા કર્યા અને ૧૪-૦૩-૨૦૨૪ ના રોજ કેવડીયા ખાતે હજાર થયા હતા

અને પતર ઘરે ફરતી વેળા ભરૂચ જીલ્લાના ઝઘડીયાના નાના સાંજા પાસે ડમ્પર ચાલકે બેફિકરાઈ પૂર્વક ચલાવી મારી દિકરી કવિતાનું મૃત્યુ થયું હતું.જેથી અપકૃત્ય ઉર્વશીબેન અને તેના મળતિયાઓને છે.જેથી તાત્કાલિક ઉંડા પાયે તપાસ કરી તેઓને તેમને કરેલ જાણી જોઈને અપકૃત્ય માટે આકરામા આકરી સજા મળે અને ફરી કોઈ અનુસૂચિત જાતિ કે જનજાતિનો કર્મચારી આમ આડકતરી રીતે મોત ને ઘાટ ન ઉતરે એ માટે આપણી શરણે આવ્યો છું.

તો બીજી તરફ મોતને ભેટનાર મહિલા વનકર્મી કવિતાને ૯ વર્ષની દીકરી પોતાની માતા ગુમાવી ચૂકી છે.તો કવિતાની સર્વિસ બુકમાં નોમીનેશન નામ પણ ન હોવાથી અકસ્માતનું વળતર પણ ગૂંચવી નાંખ્યું હોવાનું પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે મહિલા વનકર્મી નું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે ત્યારે તેને મળવા પાત્ર સહાય નહિ મળતાં પરિવાર સહાય અને ન્યાય માટે ઝઝૂમી રહ્યો છે.ત્યારે ઘટનાની ગંભીરતા જોઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા વહેલી તકે નિરાકરણ લાવી તે જરૂરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.