અક્ષય સેલ્ફી લેવાં આવેલ ફેનને નજર અંદાજ કરીને જતો રહ્યો

મુંબઈ, બોલિવૂડનાં ખેલાડી એક્ટર અક્ષય કુમરાની ફેન ફોલોઇંગ ઘણી મોટી છે. તેને જાેઇ ફેન્સ તેની સાથે ફોટો અને ઓટોગ્રાફ લેવાં દોડી જાય છે. ઘણી વખત એક્ટર તેમની ડિમાન્ડ એક્ટર પૂર્ણ પણ કરી દે છે. ઘણી વખત ફેન્સને નિરાશ થવું પડે છે.
હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ બેલબોટમ જાેયા બાદ ફેન્સ તેની એક ઝલક જાેવા માટે આતુર રહે છે. એવું જ કંઇ થયું અક્ષયની સાથે જ્યારે એક યુવતી તેનાં ફેવરેટ એક્ટરને જાેઇ પોતાની જાતને રોકી ન શકી. પણ અક્ષયે જે રીતે રિએક્ટ કર્યું તે યૂઝર્સને પસંદ નથી આવ્યું. અક્ષય કુમાર એક બાદ એક તાબડતોડ ઘણી ફિલ્મો કરી રહ્યો છે. તેથી જ તો ક્યારેક મુંબઇમાં તો ક્યારેક દેશની બહાર શૂટિંગ કરવામાં બિઝી હોય છે.
હાલમાં જ જ્યારે અક્ષય લંડનથી મુંબઇ પરત આવ્યો હતો ત્યારે તેને એરપોર્ટ પર જાેઇ એક ફેન સામે આવી અને બોલી કે, ‘હું આપની ખુબજ મોટી ફેન છું. યુવતીને તેની સામે જાેઇ એક્ટર થોડો પાછળ ગયો અને સંપૂર્ણ રીતે તેને નજર અંદાજ કરી ગાડીમાં બેસી નીકળી ગયો.
આ દરમીયાન અક્ષયની ટીમ પણ હાજર હતી. આ સંપૂર્ણ ઘટનાક્રમ સમયે હાજર પેપરાઝીએ આખો કિસ્સો કેમેરામાં કેદ કરી લીધો. અને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. આ વીડિયો જાેઇ સોશિયલ મીડિયા યૂઝ્સે અક્ષય કુમારની ક્લાસ લગાવી હતી. તેણે લખ્યું હતું કે, ‘આ યુવતીની જેમ લોકો કેમ ભીખ માંગતા હોય છે કે સર. હું આપની ફેન છું.. અરે તેમને તેમની જરાં પણ ફિકર નથી.
આપ લોકો તેમનાં માટે જરાં પણ મહત્વનાં નથી. ખબર નહીં કેમ તેઓ તેમની પોતાની બેઇજત્તી કરાવતા હોય છે.. ખુબજ ખરાબ છે. તો અન્ય એકે લખ્યું કે, ‘આટલો એટિટ્યૂડ કઇ વાતનો છે? એકે લખ્યું કે, ફાલતુનો એટીટ્યૂડ, તો અન્ય એક લખે છે, ‘પહેલાં તો આવું નહોતો કરતો. અક્ષય કુમાર એરપોર્ટ પર બ્લેક કલરની હૂડી વાળા જેકેટ અને બ્લેક ટોપીની સાથે આપનાં ચહેરા પર માસ્કથી કવર કરેલાં નજર આવે છે.SSS