Western Times News

Gujarati News

ભારતે જીતેલા ચંદ્રકોની ઐતિહાસિક સંખ્યાથી આપણા હૃદય ખુશખુશાલ થયા છેઃ મોદી

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતીય રમતોના ઈતિહાસમાં ટોક્યો પેરાલિમ્પિકનું હંમેશા વિશિષ્ટ સ્થાન રહેશે. તેમણે કહ્યું કે આપણા દળનો પ્રત્યેક સભ્ય એક ચેમ્પિયન અને પ્રેરણાનો સ્ત્રોત છે.

વડાપ્રધાને ખેલાડીઓને સતત સમર્થન આપવા માટે આપણા એથ્લીટ્‌સના કોચ, સહયોગી સ્ટાફ તથા પરિવારોની પ્રશંસા કરી. તેમણે જાપાનના લોકો, ખાસ કરીને ટોક્યો અને જાપાની સરકારની તેમના અસાધારણ આતિથ્ય સત્કાર, વિસ્તૃત દૃષ્ટિ અને આ ઓલિમ્પિકના માધ્યમથી લચીલાપણુ તથા એકત્વનો સંદેશ ફેલાવવા માટે પ્રશંસા કરી.

વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતીય રમતોના ઈતિહાસમાં, ટોક્યો પેરાલિમ્પિકનું હંમેશા એક વિશિષ્ટ સ્થાન હશે. રમતગગમત દરેક ભારતીયની સ્મૃતિમાં અંકિત રહેશે અને એથ્લીટ્‌સની પેઢીઓને રમતોને આગળ વધારવા પ્રેરિત કરશે. આપણા દળના પ્રત્યેક સભ્ય એક ચેમ્પિયન અને પ્રેરણાનો સ્ત્રોત છે.

ભારતે જેટલા પણ ચંદ્રકો જીત્યા છે, તેનાથી આપણા હૃદય ખુશહાલ છે. હું ખેલાડીઓને સતત સમર્થન આપવા માટે આપણા એથ્લેટ્‌સના કોચ, સહયોગી સ્ટાફ અને પરિવારોની પ્રશંસા કરવા માગું છું. અમે રમતોમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પોતાની સફળતાઓનું નિર્માણ કરવાની આશા રાખીએ છીએ.

જેમકે મેં અગાઉ કહ્યું હતું, જાપાનના લોકો, ખાસ કરીને ટોક્યો અને જાપાની સરકારની તેમના અસાધારણ આતિથ્ય, વિસ્તૃત દૃષ્ટિ અને આ ઓલિમ્પિકના માધ્યમથી લચીલાપણું અને એકત્વના સંદેશને ફેલાવવા માટે પ્રશંસા થવી જાેઈએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.