Western Times News

Gujarati News

શુભેંદુ અધિકારી ભવાનીપુરથી મમતાને ટકકર આપશે નહીં

કોલકતા, પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ધોષે કહ્યું છે કે ભાજપ ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા શુભેંદુ અધિકારી આગામી વિધાનસભાની પેટાચુંટણીમાં ભવાનીપુરથી મુખ્યમંત્રી મમતા બેનર્જીની વિરૂધ્ધ ચુંટણી લડશે નહીં ધોષે મેદિનીપુરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે પાર્ટીએ હજુ પોતાના ઉમેદવારો નક્કી કર્યા નથી.

એ યાદ રહે કે ધોષનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે તાજેતરમાં પશ્ચિમ બંગાળના નાદિયામાં શુભેંદુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને લઇ નિવેદન આપતા કહ્યું હતું કે તમને (મમતા બેનર્જી ) નંદીગ્રામ આવવા માટે કોણે કહ્યું હતું હવે જાે પાર્ટી મને ભવાનીપુરથી પણ ચુંટણી લડાવવા માટે કહેશે તો શું થશે મે તેમને ૧૯૫૬ મતોથી હરાવ્યા છે.

ધોષે કહ્યું કે શુભેંદુ નહીં પરંતુ કોઇ અન્ય ભવાનીપુરથી ચુંટણી લડશે શુભેંદુ અધિકારી મમતાને પહેલા જ હરાવી ચુકયા છે એક વ્યક્તિ તેમને વાર વાર કેમ હરાવશે આ વખતે કોઇ અન્ય કરશે ધોષે કહ્યું કે તેમની પાર્ટી ભવાનીપુરમાં પેટાચુંટણી કરાવવાના ચુંટણી પંચના પગલાની વિરૂધ્ધ કોલકતા હાઇકોર્ટ જવાનો વિકલ્પ શોધી રહી છે અને ભાજપ આ મામલા પર કાનુની મત લઇ શકે છે.

ચુંટણી પંચે પશ્ચિમ બંગાળની બે અને ઓરિસ્સાની એક વિધાનસભા બેઠક માટે ૩૦ સપ્ટેમ્બરે ચુંટણી કરાવવાનું જાહેરનામુ જારી કર્યું છે અને આ બેઠકોમાં પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પણ એક છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ ભવાનીપુર બેઠકથી ચુંટણી લડવા જઇ રહ્યાં છે અને મુખ્યમંત્રી પદ પર બની રહેવા માટે તેમનું ચુંટણી જીતવું જરૂરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.