AAP સાંસદ સંજય સિંહ સામે અરેસ્ટ વૉરન્ટ જાહેર થયું

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સામે પંજાબની લુધિયાણા કોર્ટે અરેસ્ટ વૉરન્ટ જાહેર કર્યા છે. તેમની સામે શિરોમણિ અકાલી દળના નેતા વિક્રમ મજીઠિયાએ માનહાનિનો કેસ નોંધાવ્યો હતો ત્યારબાદ લુધિયાણા કોર્ટે સંજય સિંહ સામે અરેસ્ટ વૉરન્ટ જાહેર કર્યો છે. મજીઠિયાના વકીલ દમન દીપે કહ્યુ કે સંજય સિંહ સોમવારે કોર્ટમાં હાજર નથી થયા. કોર્ટે ત્યારબાદ પોલિસને નિર્દેશ આપ્યા છે કે તે સંજય સિંહની ધરપકડ કરે અને કોર્ટ સામે ૧૭ સપ્ટેમ્બરે હાજર કરે.
અકાલી દળના નેતા મહેશ ઈંદર સિંહ ગ્રેવાલને સંજય સિંહ સાથે ક્રોસ એક્ઝામિનેશન થવાનુ હતુ પરંતુ સંજય સિંહને વકીલોએ આમ કરવાની ના પાડી દીઘી.સંજય સિંહ સામે ૨૦૧૬માં બિક્રમ મજીઠિયાએ કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં મનશરણજીત સિંહ ઢિલ્લો, મનપ્રીતસિંહ અયાલી, મહેશ ઈંદ્ર ગ્રેવાલ સાક્ષી છે.
અત્યાર સુધી કોર્ટમાં આ કેસની કુલ ૭૧ તારીખ થઈ ચૂકી છે પરંતુ આમાંથી સંજય સિંહ ચાર વાર જ કોર્ટમાં હાજર થયા છે. જ્યારે સંજય સિંહના વકીલ કોર્ટમાં પહોંચ્યા તો સંજય સિંહની ઉપસ્થિતિ વિશે પૂછ્યુ પરંતુ સંજય સિંહ હાજર થયા નહિ ત્યારે સંજય સિંહને ૧૭ સપ્ટેમ્બર સુધી ધરપકડ કરીને હાજર થવા માટે કહ્યુ. તમને જણાવી દઈએ કે સંજય સિંહે ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણીથી પહેલા મોગામાં આયોજિત રેલીમાં કહ્યુ હતુ કે શિરોમણિ અકાલી દળના નેતા નશાના તસ્કર છે. ત્યારબાદ બિક્રમ સિંહ મજીઠિયાએ સંજય સિંહ સામે માનહાનિનો કેસ નોંધાવ્યો હતો.HS