Western Times News

Gujarati News

પંજાબમાં ભગવંત માનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાની માંગ

ચંડીગઢ, આમ આદમી પાર્ટીના પંજાબ એકમનાં વરિષ્ઠ નેતા ભગવંત માનના સમર્થકો દ્વારા માનને મુખ્યમંત્રી પદના ઉમેદવારના રૂપમાં રજુ કરવાની માંગને લઇને વિવાદ ઉભો થયો છે સંગરૂરથી બે વારના સાંસદ ભગવંત માન પાર્ટીના સૌથી લોકપ્રિય ચહેરાઓમાંથી એક છે.

ગત અઠવાડીયામાં તેમણે એક અનૈચ્છિતક ચુપકીદી બનાવી રાખી છે પરંતુ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને એક સંકેતમાં તે અઠવાડીયાથી વધુ સમયથી સમર્થકોને મળી રહ્યાં છે. જાે કે વરિષ્ઠ નેતૃત્વે હજુ સુધી આ મુદ્દા પર કોઇ નિર્ણય લીધો નથી.

માનના સમર્થક રાજય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતદા હરપાલ ચીમાના ઘરની બહાર એકત્રિત થયા વરિષ્ઠ નેતા જગસીર સિંહે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે હાઇકમાન્ડ ભગવંત માનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજુ કરે અમે ૨૦૧૭ની ચુંટણીમાં સખ્ય રીતે હારનો સામનો કરવો પડયો હતો કારણ કે અમે ચુંટણી પહેલા મુખ્યમંત્રી પદ માટે ઉમેદવારની જાહેરાત કરી ન હતી.તેમણે કહ્યું કે અમે પાર્ટીને માનને મુખ્યમંત્રી તરીકે રજુ કરવા માટે મજબુર કરીશું રાધવ ચઢ્ઢાએે જમીની સ્થિતિનું આકંલન કરવું જાેઇએ.

ગત મહીને દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલની સાથે બેઠક બાદ ભગવંત માને મીડિયાને કહ્યું હતું કે પાર્ટી તાકિદે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે.

દિલ્હીની બહાર વિસ્તાર કરવાની ઇચ્છા રાખનાર આમ આદમી પાર્ટી પડોસી રાજય પંજાબમાં યોજનાર આગામી વિધાનસભા ચુંટણીમાં દમખમની સાથે ઉતરશે પંજાબમાં તેને આ વખતે તક મળે તેવી આશા છે.

પાર્ટી નેતાઓનું કહેવુ છે કે લોકોએ ગત વખતે અકાલી ભાજપ ગઠબંધનને નકારી દીધુ હતું અને અમરિંદર સિંહના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારને ગત પાંચ વર્ષમાં નિષ્ફળ ગઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે જયારે કેજરીવાલે મતદારોને ૨૪ કલાક વિજળી પ્રત્યેક પરિવાર માટે ૩૦૦ યુનિટ મફત અને ગત વિજળી બિલોમાં છુટ આપવાની જાહેરાત કરી છે.

તેમણે લોકોને કહ્યું હતું કે આ કેજરીવાલનું વચન છે કેપ્ટનનું વચન નથી અમે અમારા વચનો પુરા કરીએ છીએ કેપ્ટનના વચનો પાંચ વર્ષ બાદ પણ પુરા થયા નથી.એ યાદ રહે કે ગત વખતે આમ આદમી પાર્ટીએ ૧૧૭માંથી ૨૦ બેઠકો પર કબજાે જમાવ્યો હતો આ વખતે તે તમામ બેઠકો પર ચુંટણી લડી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.