રસ્તા પર ઊભેલી ૧૪ વર્ષની છોકરીને ૮ વ્યક્તિ ઉઠાવી ગેંગરેપ કર્યો

Files Photo
પુણે, મહારાષ્ટ્રના પુણેના વાનવડી વિસ્તારમાં ૧૪ વર્ષની સગીરા પર ગેંગરેપની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. પુણેની પોલીસે આ મામલામાં ૭ લોકોની ધરપકડ કરી છે. છોકરીનું પહેલા ઓટોરિક્ષામાં અપહરણ કરવામાં આવ્યું અને પછી એક ફ્લેટમાં લઈ જઈને તેની પર ગેંગરેપ કરવામાં આવ્યો. આ ઘટના રવિવારે સાંજે બની હતી. થોડા દિવસો પહેલાં પિંપરી ચિંચવડના દત્તાવાડી વિસ્તારમાં પણ આવી ઘટના બની હતી.
પીડિતાનું રસ્તા પરથી અપહરણ કરવામાં આવ્યું હતું. એ સમયે તે ગામ જવા માટે પુણે રેલવે સ્ટેશન જવા નીકળી હતી. જ્યારે તે પોલીસના હાથમાં આવી ત્યારે તેની સ્થિતિ ગંભીર હતી. હાલ તેની પુણેની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યાં તેની સ્થિતિ સ્થિર છે.
પીડિતાના કહેવા મુજબ, વાનવડી પોલીસે ૭ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓમાંથી બે રેલવેના ચોથા વર્ગના કર્મચારી છે અને બાકી ૬ રિક્ષા ચલાવે છે.
તમામને એક સીસીટીવી ફૂટેજના આધારે પકડવામાં આવ્યા છે. તપાસમાં પ્રકાશમાં આવ્યું છે કે આરોપીઓના બીજા કેટલાક સાથી પણ આ ઘટનામાં સામેલ છે. તેમને પકડવા માટે સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. સોમવારે તમામને શિવાજીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ત્યાંથી તેમને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
પુણેની પોલીસે કહ્યું હતું કે આ ઘટના ખૂબ જ સંવેદનશીલ છે, આ કારણે સમગ્ર કાર્યવાહી પૂરી થયા પછી અધિકારિક માહિતી આપવામાં આવશે એક સપ્તાહ પહેલાં જ આવી ઘટના પુણેના સ્વારગેટ વિસ્તારમાં ઘટી હતી. અહીં ૨૮ ઓગસ્ટે સ્વારગેટ બજારમાંથી ઘરે જઈ રહેલી છોકરીને ૪ લોકો બળજબરીથી ઉઠાવીને લઈ ગયા હતા અને ગેંગરેપ કર્યો હતો. સાંજે લગભગ ૬ વાગ્યે એક મહિલાએ આ ઘટનાની માહિતી પોલીસને આપી હતી.એ પછી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ચાર આરોપીને દરવાજાે તોડીને ઘરમાંથી બહાર કાઢ્યા હતા.HS