Western Times News

Gujarati News

દેશના સર્વાંગી વિકાસના લક્ષ્ય સિદ્ધ કરવામાં  ગુજરાત મોડેલ સ્ટેટ તરીકે કેન્દ્ર સરકારને સંપૂર્ણ સહયોગ આપશે

મુખ્યમંત્રી રૂપાણી સાથે નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવકુમારની બેઠક સંપન્ન

ગાંધીનગર, નીતિ આયોગના વાઇસ ચેરમેન શ્રી રાજીવકુમારે ગુજરાતની પોતાની મુલાકાત દરમિયાન મંગળવારે સવારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ તેમજ વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ બેઠકમાં નીતિ આયોગના વાઇસ ચેરમેનને રાજ્ય સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, મેટ્રો રેલ પ્રોજેક્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાણી પુરવઠા, ડિજિટલ સેવા સેતુ સહિતના ક્ષેત્રમાં વિકાસ કાર્યોની સિદ્ધિઓ અને કોવિડ મહામારી દરમિયાનની સઘન આરોગ્યલક્ષી કામગીરીને કારણે રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની વિગતોથી માહિતગાર કર્યા હતા.

વિજયભાઇ રૂપાણીએ આર્ત્મનિભર ભારતની પ્રધાનમંત્રીશ્રીની નેમને અનુરૂપ રાજ્યોને પણ આર્ત્મનિભર બનાવવામાં નીતિ આયોગના મળી રહેલા માર્ગદર્શન અને સહયોગ માટે ઉપાધ્યક્ષશ્રીનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, દેશના સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસના લક્ષ્ય સિદ્ધ કરવામાં  ગુજરાત વિકાસના મોડેલ સ્ટેટ તરીકે કેન્દ્ર સરકારને સંપૂર્ણ સહયોગ આપશે.

નીતિ આયોગના ઉપાધ્યક્ષશ્રીએ બેઠકમાં આપેલા સુઝાવોને આવકારતાં મુખ્યમંત્રીશ્રીએ તેના અમલીકરણ માટે રાજ્ય સરકાર આયોગ સાથે પરામર્શમાં રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો.

નીતિ આયોગના વાઇસ ચેરમેન શ્રી રાજીવકુમારે ગુજરાત સરકારની કૃષિ, ઉર્જા, ગ્રામિણ વિકાસ, જળ વ્યવસ્થાપન અને સિંચાઇ યોજનાઓના અસરકારક અમલીકરણથી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતે એફ.ડી.આઇ માં જે અનન્ય સિદ્ધિ મેળવી છે તેની તુલના હવે વિશ્વના વિકસિત દેશોના પ્રદેશો સાથે થવી જાેઈએ.

નીતિ આયોગના ઉપાધ્યશ્રીએ ગુજરાતની અભિનવ પહેલ રૂપ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો. તેમણે એવું સૂચન પણ કર્યુ કે, આ યોજના અંતર્ગત ગ્રામીણ બહેનોને ગારમેન્ટ ઊદ્યોગમાં તાલીમ આપીને નિકાસલક્ષી ઉત્પાદન માટે પ્રેરિત કરી શકાય તેમ છે.

શ્રી રાજીવકુમારે કેન્દ્ર-રાજ્યના ફલેગશીપ પ્રોગ્રામ્સના વ્યાપક-સુચારૂ અમલીકરણ માટે રાજ્ય સરકારના વિભાગો નીતિ આયોગના પરામર્શ-સંપર્કમાં ફોલોઅપમાં રહે તેમ પણ આ બેઠકમાં જણાવ્યું હતું. શ્રી રાજીવકુમારે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને સ્થિત સી.એમ. ડેશબોર્ડથી થતી ડીજીટલ ગવર્નન્સની કામગીરી અને રાજ્ય સરકારના તમામ વિભાગોની કામગીરીનું રિયલ ટાઈમ મોનીટરીંગ, રાજ્ય સરકાર દ્વારા ધોલેરા જીૈંઇને સિંગાપોરથી મોટુ સ્માર્ટ સિટી બનાવવા માટેના આયોજન અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી-ગિફ્ટ સિટીની ગતિવિધિઓની જાણકારી મેળવી સંતોષ વ્યકત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.