Western Times News

Gujarati News

ગણપતિ વિસર્જન માટે રૂા.૧.પ૦ કરોડના ખર્ચથી રપ કુંડ બનાવવામાં આવશે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, રાજય અને શહેરમાં કોરોનાની ત્રીજી લહેર આવશે કે કેમ ? તેની અસમંજસ વચ્ચે રાજય સરકાર અને નાગરીકોએ ગણેશોત્સવની ધુમધામપૂર્વક ઉજવણી કરવા નિર્ણય કર્યો છે. રાજય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદશિકા મુજબ શહેર પોલીસ કમિશ્નરે જાહેરનામુ જાહેર કર્યુ છે જયારે મ્યુનિ. શાસકોએ પણ તમામ પ્રકારની સુવિધા આપવા નિર્ણય કર્યો છે.

ગણેશોત્સવના અંતિમ દિવસે શ્રધ્ધાળુઓની સરળતા માટે મનપા દ્વારા “વિસર્જન કુંડ” બનાવવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. શહેરના પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ઝોનમાં રપ જેટલા કુંડ બનાવવામાં આવશે જેના માટે અંદાજે રૂા.બે કરોડ સુધીનો ખર્ચ થવાની શકયતા છે.

અમદાવાદ શહેરના નાગરીકો ફરી એક વખત તહેવારોની ઉજવણીમાં વ્યસ્ત થઈ રહયા છે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર બાદ ગણેશોત્સવની ઉજવણી કરવા શ્રધ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહયો છે. સરકાર તરફથી લીલીઝંડી મળ્યા બાદ નાગરીકોની શ્રધ્ધામાં એક અલગ જ સંચાર થયો છે તેમજ ગાઈડલાઈન મુજબ ગણેશ યુનિ લાવવા અને વિસર્જન કરવા માટે નાગરીકો તત્પર બન્યા છે.

શહેરીજનોના ઉત્સાહમાં મ્યુનિ. કોર્પોરેશન પણ ભાગીદાર બની રહયુ છે. વિસર્જન માટે લાઈટ, પાણી, ટ્રાફિક, ક્રેઈન સહીતની વ્યવસ્થા આપવા માટે સ્ટે. કમીટી દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. જયારે ૩પ સ્થળે વિસર્જન કુંડ બનાવવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે.

સુત્રોએ જણાવ્યા મુજબ પશ્ચિમ ઝોનમાં દસ સ્થળે ગણેશ વિસર્જન કુંડ બનાવવામાં આવશે. જેની સાઈઝ ર૦ટર૦ મીટરથી શરૂ કરી ર૦ટ૮ મીટર સુધીની છે જયારે ઉંડાઈ ચારથી પાંચ ફુટ રાખવામાં આવશે. કુંડ માટે ટેન્કર સાથે અને ટેન્કર વિના એમ બે પ્રકારથી કોન્ટ્રાકટ આપવામાં આવશે.

શહેરના ઉત્તરઝોનમાં ૦૬ સ્થળે ૧૦ કુંડ તૈયાર થશે જેમાં ૬ટ૬ ની લંબાઈ- પહોળાઈ રહેશે. જયારે ઉંડાઈ ૪.પ ફૂટ સુધી રાખવામાં આવશે. દક્ષિણઝોનમાં પાંચ કુંડ બનાવવામાં આવશે ઝોનના મણીનગર, વટવા, લાંભા, બહેરામપુરા અને ખોખરામાં વિસર્જન કુંડ બનાવવામાં આવશે.

એક વિસર્જન કુંડ માટે અંદાજે રૂા.પાંચ લાખનો ખર્ચ થાય તેવી શક્યતા છે. ર૦ર૦માં કોરોનાના કારણે ગણેશોત્સવની ઉજવણી થઈ ન હતી જેના કારણે ચાલુ વરસે નાગરીકો અને તંત્રમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહયો છે. જેના કારણે જ મ્યુનિ. તંત્ર દ્વારા અંદાજે રપ જેટલા કુંડ તૈયાર કરવા માટે રૂા.૧.પ૦ થી બે કરોડનો ખર્ચ થઈ રહયો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.