Western Times News

Gujarati News

જમાલપુરની યુવતીનો ફોન હેક કરી આરોપીઓએ ગૃપ પર કબ્જાે જમાવ્યો

જમાલપુરમાં રહેતી અને નાના પાયે ડ્રેસ મટીરીયલ નો વ્યવસાય કરતી યુવતી નો મોબાઇલ હેક કરી ફરિયાદી યુવતી ને પોતાના જ ગ્રુપમાંથી બહાર કાઢી ગ્રુપ પર કબજો જમાવી કોઈ મોટો ગુનો આચરશે એવી દહેશત ઉભી થતા યુવતીએ રાજ્યગૃહમંત્રી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતા સાઇબર ક્રાઇમની તપાસ માં મોટા માથા ઝડપાવાની શકયતા?!

‘‘જોખમથી બચી નીકળવાને બદલે સામનો કરો જોખમ અડધું થઇ જશે’’!!

શંકાસ્પદ આરોપી યુવતીને ફોન કરતાં યુવતીએ કહ્યું ‘‘મુંબઈ થી બોલું છું’’! ને એ જ ફોનથી યુવકે કહ્યું ‘અમદાવાદ ઘીકાંટા થી બોલું છું’?! આ ઘટના ચોકાવનારી હોય તપાસ જરૂરી છે જેથી સાઇબર ક્રાઇમ આચરતી કાથિત ગેંગ જબે થઈ શકે!

તસવીર ગુજરાત રાજ્યના પોલીસ ભવનની છે જ્યાં ગુજરાત રાજ્યના પોલીસ વડા બેસે છે અને સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેનું ધ્યાન રાખે છે જ્યારે ડાબી બાજુ ની તસ્વીર એ ઝેબા કચરાજીવાલાની છે જે નાનકડા પાયે ડ્રેસમટિરિયલ નો પોતાનું નાનકડું ગ્રુપ બનાવીને બિઝનેસ કરે છે અને પોતાના પરિવારને આત્મનિર્ભર બનાવવાનો એક નાનકડો પ્રયાસ કરે છે!

જ્યારે જમણી બાજુ ની તસ્વીર ગુજરાત રાજ્યના રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ની છે જ્યારે જમણી બાજુ ની બીજી તસ્વીર ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાની છે ત્રીજી તસવીર અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજયભાઈ શ્રીવાસ્તવની છે જ્યારે ચોથી તસવીર અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના જોઇન્ટ કમિશનર શ્રી અમીતકુમાર વિશ્વકર્મા ની છે તેમની સમક્ષ રજૂઆત કરીને ફરિયાદી ઝેબા કચરાજીવાલાએ પોતાના મોબાઇલ ફોનને કોઈએ હેક કરીને પોતાની વોટસઅપ લાઇન બંધ હોવા છતાં ઝેબાને પોતાના જ વ્યવસાય ગ્રુપમાંથી નીકળી ગયા

અને નેતૃત્વ છોડી દીધાનો સંદેશો ફરતો કરતા ફરિયાદીને વ્યવસાયીક ફટકો પડયો હોવાનું મનાય છે એટલે એટલું જ નહીં ભવિષ્યમાં પોતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરી વેપાર કરી મોટા પાયે કોઈપણ પ્રકારની છેતરપિંડી કરે એવી દહેશત પણતેણે ફરિયાદ માં વ્યક્ત કરી છે!

કોઈ ખોટો આર્થિક વ્યવહાર પણ કરી શકે છે! માટે સાચો આરોપી ઝડપાઈ જાય એ સમગ્ર સમાજના હિતમાં છે માટે ઝેબાએ ફરિયાદ કરી હોવાનું જણાય છે ચોંકાવનારી હકીકત એવી પણ છે કે આ કેસમાં ઝેબા કચરાજીવાલાને હટાવી જે યુવતી કથિત રીતે સક્રિય થઈ હોવાનું મનાય છે

તેનો ટેલીફોન નંબર શંકાસ્પદ જણાતા આ ટેલીફોન નંબર ઉપર ફરિયાદીએ સંપર્ક કરતા પોતે મુંબઈ થી બોલે છે એવું જણાવ્યું ને વધુ ચર્ચા થતા આ યુવતીએ પોતાનો ટેલિફોન કોઈ પુરુષને પકડાવી દેતા પોતે અમદાવાદ ઘીકાંટા થી બોલે છે એવું જણાવે છે! જે શંકાનું મૂળભૂત કારણ બને છે હવે સાઇબર ક્રાઇમ બ્રાંચની તપાસ માં શું બહાર નીકળે છે એ પોલીસ તંત્રની આવડત પર નિર્ભર છે.  તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા

અમેરિકાના નકશીગર અને વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન સરસ કહ્યું છે કે ‘‘મૃત્યુ પામ્યા પછી જો તમે અમર રહેવા માંગતા હોવ તો એવું કંઈક લખી જાઓ જે વાંચવા લાયક હોય અથવા એવું કંઈક કરી જજો જે લખવા લાયક હોય’’!! જ્યારે બ્રિટિશ વડાપ્રધાન વીસ્ટન ચર્ચિલે કહ્યું છે કે ‘‘જોખમથી બચી નીકળવાને બદલે તેનો જેટલો જલ્દી સામનો કરશો તેટલું જોખમ અડધું થઇ જશે ક્યારેક કોઈ ચીજથી ભાગો નહીં’’!!

ગુજરાતમાં અનેક કાબેલ અને સક્ષમ પોલીસ અધિકારીઓ છે જો તેઓ નાનકડા મુદ્દાને પણ ગંભીરતાથી લઈને કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવા કડક કાર્યવાહી કરે અને સરકાર બિનજરૂરી તેમાં હસ્તક્ષેપ ના કરે અને લોકો ગુનાહિત તત્વો સામે ગભરાયા વગર ફરિયાદ કરે તો ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં લોકો ગુના આચરતા ઓછા થઇ જશે ‘‘સ્વચ્છ ભારત અભિયાન’’ એટલે કચરો સાફ કરો એ નહીં ‘ગુંડારાજ’ નાબૂદ કરવો એ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.