Western Times News

Gujarati News

ગુજરાત બાર કાઉન્સિલના વહીવટી તંત્ર સામે ઉઠેલા કથિત ગંભીર સવાલોની ન્યાયીક તપાસ થશે

મહાન વ્યક્તિ વિના કોઇ મહાન કાર્ય થઈ શકે નહીં! ગુજરાત બાર કાઉન્સિલના વહીવટી તંત્ર સામે ઉઠેલા કથિત ગંભીર સવાલોની ન્યાયીક તપાસ ગુજરાત બાર કાઉન્સીલ ના સમરસ જૂથના અગ્રણી શ્રી જે.જે.પટેલ વહીવટી પારદર્શકતા પ્રસ્થાપિત કરશે?!

કોરોના મહામારીનો ભોગ બનેલા વકીલોને ચૂકવાયેલ કહેવાથી ૮ થી ૧૦ કરોડની કથિત સહાયમાં બાર કાઉન્સિલના કલાર્કે ૭ લાખ ૫૦ હજારનું કૌભાંડ કરી પાંચ લાખ જમા કરાવ્યાની ચાલતી ચકચારમાં તથ્ય શું? તો પછી વહીવટકર્તાઓએ શું જોયું?!

બાર કાઉન્સિલના સભ્યો રૂપિયા ૧૨૦૦ થી રૂપિયા ૫૦૦૦ એક મિટિંગે ભડભથા લે છે અને બાસુદી, માલપુવા જેવા મિસ્ટાનો બાર કાઉન્સીલના ખર્ચે જામે છે ત્યારે શ્રી અનિલભાઈ કેલ્લા જેવા નેતાઓ શું ધ્યાન રાખે છે?! કથિત ૮ થી ૧૦ કરોડની સહાય પૈકી કયા બારના સભ્યો ને કેટલી ચૂકવાઈ તે જાહેર કેમ કરતું નથી ?!

તસવીર ગુજરાત બાર કાઉન્સિલ ની છે વકીલોની આ માતૃ સંસ્થા છે અને સ્ટેચ્યુટરી બોડી છે ઈનસેટ તસવીર બાર કાઉન્સિલના સમરસ જુથનું સંચાલન કરતા શ્રી જે. જે. પટેલ ની છે તેમની ભાવનાઓ ઉમદા છે પરંતુ તેમના હાથ નીચે સત્તા સંભાળતા બાર કાઉન્સિલના સંચાલકો પૈકી કોઈ ભટકી ગયું નથી ને? તેના ‘વોચડોગ’ તરીકે કોઈને જવાબદારી સોંપી છે?

તો પછી ગુજરાત બાર કાઉન્સિલ માં કોરોનાકાળ દરમિયાન આશરે ૮ થી ૧૦ કરોડની વકીલોને કથિત સહાય ચૂકવાઇ અને કયા વકીલોના બાર ને કેટલી સહાય ચૂકવાઇ તેની યાદી વહીવટ કર્તાઓ કેમ જાહેર કરતા નથી??! ગુજરાત બાર કાઉન્સિલ વકીલોને કાગળ પર પુરી સહાય ચૂકવી ૫૦% રકમ કોઈના ખિસ્સામાં તો નથી ગઈ ને?!

‘તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ’ એવી દહેશત અને શંકા જ્યારે વકીલોમાં પ્રવર્તતી હોય ત્યારે વકીલ આલમે ચૂપ ના બેસી રહેવું જોઈએ?! ગુજરાત બાર કાઉન્સિલ ના એક કથિત ક્લાર્ક ૭ લાખ ૫૦ હજારનો કથિત ગોટાળો કર્યા ની કથિત ચર્ચાએ હાઇકોર્ટ બારના તથા ફોજદારી કોર્ટ બાર ના વકીલો માં જોર પકડ્યું છે અને ગુજરાત બાર કાઉન્સિલ ના સત્તાધીશોએ ૫ લાખ તેની પાસેથી પાછા વસૂલ્યા હોવાનું કહેવાય છે

અને બાકીના રૂપિયાનો ચેક એડવાન્સ જમા લીધો હોવાનું કહેવાય છે!! ત્યારે વહીવટ કરતા શ્રી અનિલભાઈ કેલા અને તેમની ટીમે શું ધ્યાન રાખ્યું?! ગુજરાત બાર કાઉન્સિલ ના સેક્રેટરી નો આવા કથિત કૌભાંડમાં સંડોવાયેલા નથી ને?! જો ૮ થી ૧૦ કરોડની વચ્ચે વકીલોને સહાય ચૂકવાઇ હોય તો તેનો યોગ્ય વહીવટ થયો છે કે નહીં? તે માટે દરેક બારને જે તે બારના વકીલોને કેટલી રકમ કોને ચૂકવાઈ તેની યાદી જાહેર કેમ કરાતી નથી?! આ તમામ બાબતોમાં શંકાસ્પદ ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તેની જ્યુડિસરી તપાસ કરવાની જરૂર છે

કેટલાક ગુજરાત બાર કાઉન્સિલ સમરસ જુથના સભ્ય પણ ખાનગીમાં એવું કહેતા હતા છે કે ગુજરાત બાર કાઉન્સિલ માં ‘લોકશાહી’ નથી કોઈ વધારે પ્રશ્ન કરે તો તેમને પણ કથિત ગર્ભિત ધમકી અપાય છે કે સંસ્થા તમને સસ્પેન્ડ કરી શકે છે??! આ ધમકી આપનારા સભ્યનું નામ પણ વકીલોની ચર્ચામાં બહાર આવ્યું છે!

ગુજરાત બાર કાઉન્સિલની મીટિંગ દરમિયાન અમદાવાદના સ્થાનિક સભ્યોને રૂપિયા ૧૨૦૦ ભાડાભથા મળે છે અને કહેવાય છે કે બહારગામના સભ્યને રૂપિયા ૫૦૦૦ મળે છે અને બપોરે ૨.૧૫ વાગે જમવાનું શરૂ થાય ત્યારે વકીલોના પૈસા ક્યારેક બાસુદી, માલપુવા જેવી મોંઘી ડિસો આરોગે છે!

ત્યારે હવે વકીલઆલમ વિચારે કે તમે તમારો મત કેવા સભ્યોને આપ્યો છે?! જે સારું ભોજન કરીને પણ એવો વહીવટ કરે છે કે વકીલો ને સંતોષ થતો નથી! આ સંજોગોમાં હવે સમરસ જૂથનું સંચાલન કરતાં શ્રી જે.જે. પટેલે આવા ગંભીર મુદ્દે બાર કાઉન્સિલના વહીવટી તંત્ર અંગે જ્યુડિસિયરી તપાસ કરાવવી જોઇએ

જેથી વકીલોમાં ચાલતી ચક્કરમાં તથ્ય શું છે એ સમગ્ર વકીલઆલમને ખબર પડે અને પડદા પાછળ કોઈ મોટું ‘આર્થિક કૌભાંડ’ થયું નથી ને અને તેમાં સંડોવણી કોની છે તે બહાર આવે!  તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા

ફ્રેન્ચ જનરલ અને પાંચમાં ગણરાજ્ય ના સ્થાપક ચાર્લ્સ દ ગોલે કહ્યું છે ‘‘મહાન વ્યક્તિ વિના કોઈ મહાન કાર્ય થઈ શકે નહીં અને વ્યક્તિ ત્યારે જ મહાન થઈ શકે જ્યારે તે મહાન બનવા મક્કમ હોય’’!! જ્યારે રશિયાનું નેતૃત્વ કરનાર નીકતા એસ ખૃસ્ચેવે કહ્યું છે કે

‘‘જો તમે કુતરા વચ્ચે રહો છો તો સાથે લાકડી રાખો યાદ રાખો કુતરા ને દાંત હોય છે અને તે બચકુ ભરવા દોડે ત્યારે જ તેની ઈચ્છા પૂરી કરી શકે’’!! ગુજરાત બાર કાઉન્સિલે કોરોના મહામારીમાં અનેક વકીલ મિત્રોને આર્થિક સહાય કરી નોંધપાત્ર ભૂમિકા પ્રદાન કરી છે ગુજરાત બાર કાઉન્સિલ ના પૂર્વ ચેરમેન

અને ભાજપ લીગલ સેલના પ્રદેશ કન્વીનર શ્રી જે.જે. પટેલના આ પ્રયાસથી ગુજરાત સરકારની સહાય પણ અનેકવાર ગુજરાત બાર કાઉન્સિલ ને મળી છે! પરંતુ વકીલોને ગુજરાત બાર કાઉન્સિલ ના તંત્ર સામે અનેક ફરિયાદો ઉઠી છે ત્યારે સમગ્ર વકીલઆલમે ચુટેલા તેમના પ્રતિનિધિઓને પોતાના ‘મત’ની ચાબુક તૈયાર રાખવાની જરૂર જણાય છે એવું અનેક જાગૃત વકીલો હવે કંટાળી ને કહેતા થયા છે!!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.