અમિતાભ મારું એક બાળક તમે લઈ લો: ફરાહ ખાન
મુંબઈ, બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન પોતાના લોકપ્રિય કાર્યક્રમ કૌન બનેગા કરોડપતિ-૧૩ને લઈને ચર્ચામાં રહે છે. આ શોમાં સામાન્ય લોકો ભાગ લે છે અને તે ઉપરાંત સ્પેશિયલ એપિસોડમાં પોતાના ક્ષેત્રની જાણીતી હસ્તીઓ પણ આવે છે.
ટૂંક સમયમાં કેબીસી-૧૩માં બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને કોરિયોગ્રાફર ફરાહ ખાન જાેવા મળશે. આ શોમાં તેઓ અમિતાભ બચ્ચન સાથે કેબીસી રમશે. સોની ટીવીએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેબીસી-૧૩ સાથે જાેડાયેલો એક વિડીયો પ્રોમો અપલોડ કર્યો છે.
આ વિડીયોમાં દીપિકા પાદુકોણ અને ફરાહ ખાન બિગ બી સાથે મસ્તી કરે છે. પ્રોમોમાં અમિતાભ બચ્ચન બન્નેને કહે છે કે તેમની પાસે રમવાની સમય મર્યાદા હોય છે. જેના કારણે દીપિકા અને ફરાહ ખાન ઝડપથી ગેમ રમવાનું કહે છે. તેટલામાં ટાઈમઅપ થઈ જાય છે અને હૂટર વાગે છે.
જાેકે, તેમ છતાં આ બંને અમિતાભ બચ્ચનને ગેમ આગળ વધારવાનું કહે છે. ફરાહ ખાન અમિતાભને શો આગળ વધારવાનું કહે છે કે તમે અને હું પહેલા પણ શોમાં આવી ચૂક્યા છીએ. ત્યારે અમિતાભ બચ્ચન પણ દીપિકા અને ફરાહને મજાકમાં કહે છે કે બે-ચાર વાતો ઝડપથી કહી દો. ત્યારે ફરાહ ખાન કહે છે કે, ‘સર, હવે અમે શું કરીશું, મારું એક બાળક તમે લઈ લો.’ તેની આ વાત સાંભળીને અમિતાબ બચ્ચન ખળખળાટ હસી પડે છે.
સોશિયલ મીડિયા પર પણ કેબીસી-૧૩નો આ પ્રોમો ઘણો જ વાઈરલ થઈ રહ્યો છે. લોકો આ ત્રિપુટીની હસી-મજાકના આ વિડીયોને ઘણો પસંદ કરી રહ્યા છે. તેઓ તેના પર વિવિધ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ ઉપરાંત બંને આ શોમાં ભરપૂર મસ્તી કરે છે. દીપિકા પાદુકોણ અને ફરાહ ખાનનો કેબીસીનો આ એપિસોડ શુક્રવારે પ્રસારીત કરવામાં આવશે. કૌન બનેગા કરોડપતિની આ સિઝન પણ ઘણી જ લોકપ્રિય બની રહી છે.SSS