Western Times News

Gujarati News

બટાટાની ઉપજમાં 20 ટકાનો વધારો કરતું આ અદ્યતન પ્લાન્ટિંગ મશીન

મહિન્દ્રાના પ્લાન્ટિંગ માસ્ટર પોટેટો+એ ગુજરાતના ખેડૂતોને 20 ટકા વધારે ઉપજ આપી અને ગુણવત્તા વધારી

અમદાવાદ, મહિન્દ્રાએ ગત સિઝનમાં પ્રસ્તુત કરેલા નવા અદ્યતન પ્રીસિસન પોટેટો પ્લાન્ટિંગ મશીન ‘પ્લાન્ટિંગમાસ્ટર પોટેટો +’એ ગુજરાતમાં બટાટાના ખેડૂતોને વધારે ઉપજ આપી છે અને પાકની ગુણવત્તામાં સુધારો કર્યો છે. નવા મશીનનો ઉપયોગ કરનાર પ્રગતિશીલ ખેડૂતોને પરંપરાગત પદ્ધતિઓની સરખામણીમાં બટાટાની ઉપજમાં 20 ટકાનો વધારો મળ્યો છે.

યુરોપના પાર્ટનર અને પોટેટો મશીનરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે લીડર ડિવ્લુફ સાથે જોડાણમાં ડિઝાઇ કરેલું અને વિકસાવેલું પ્લાન્ટિંગમાસ્ટર પોટેટો + કાર્યદક્ષ અને ફ્લેક્સિબલ છે તથા ભારતીય કૃષિની સ્થિતિને અનુરૂપ છે.

અદ્યતન પ્લાન્ટિંગ મશીન ઊંચી ક્ષમતા, સારી સચોટતા સાથે વાવેતરની વધારે ઝડપ ધરાવે છે તથા બટાટાના બિયારણોનું હળવું સંચાલન કરવાની સુવિધા આપે છે. વળી મશીન ખાતરનો ઉપયોગ કરવાના યુનિટ પણ ધરાવે છે.

નવા પ્લાન્ટિંગ માસ્ટર પોટેટો + ગુજરાતમાં આકર્ષક કિંમતે વેચાણ માટે ઉપલબ્ધ છે. રેન્ટલ આધારે મહિન્દ્રાના ક્રિશ-ઇ કેન્દ્રો અને રેન્ટલ આંતરપ્રિન્યોર્સ દ્વારા પોટેટો પ્લાન્ટિંગ મશીન ઉપલબ્ધ છે. આ ઉત્પાદનને મહિન્દ્રા ટ્રેક્ટરની ડિલરશિપ દ્વારા ખેડૂતોના ઘરઆંગણે સ્પેર્સ અને સર્વિસની સરળ સુલભતા મળે છે તથા 1-વર્ષની ઉત્પાદન વોરન્ટી સાથે ધિરાણ મારફતે પણ ઉપલબ્ધ છે.

દુનિયામાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન કરતા ટોચના 3 દેશોમાં ભારત સામેલ છે, પણ ઉપજની દ્રષ્ટિએ પાછળ છે. ભારતમાં એકરદીઠ ઉપજ 8.5 ટકા છે, જે નેધરલેન્ડમાં એકરદીઠ અંદાજે 17 ટન છે. પાકની ઉપજનો આધાર ઘણા પરિબળો પર છે. એમાં ઉચિત કૃષિ મશીનરીનો ઉપયોગ વધુ મહત્વપૂર્ણ પરિબળો પૈકીનું એક છે.

એમએન્ડએમ લિમિટેડના ફાર્મ મશીનરીના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ કાઇરસ વખારિયાએ સમજાવ્યું હતું કે, “બટાટા અતિ શ્રમ આધારિત પાક છે, જેના માટે વિવિધ કામગીરીઓ માટે મેનપાવરની જરૂર છે.

ભારતમાં આ પાકના ઉત્પાદનમાં મિકેનાઇઝેશન અતિ ઓછું છે. છેલ્લી એકથી બે સિઝનમાં નવા ‘પ્લાન્ટિંગમાસ્ટર પોટેટો+’નો ઉપયોગ કરનાર પ્રગતિશીલ ખેડૂતોને ઘણો લાભ થયો છે. તેમને ઉત્પાદકતા, ઉપજ અને ગુણવત્તા વધારે મળી છે. આગળ જતાં અમે દેશભરના બટાટા ઉત્પાદકો સાથે કામ કરવા આતુર છીએ,

જેથી તેઓ તેમનું ઉત્પાદન વધારવા, ઉપજ વધારવા અને તેમના વ્યવસાયને વધારે નફાકારક બનાવવા બટાટાના પાક માટે સચોટ પ્લાન્ટિંગની આ ટેકનિક અપનાવે. એથી બટાટા ઉદ્યોગની સસ્ટેનેબિલિટીમાં પણ પ્રદાન થશે.”

ભારતમાં નિયમિત ઓટોમેટિક પોટેટો પ્લાન્ટર્સનો બહોલો ઉપયોગ થાય છે, જેના ઘણા ગેરલાભ છે. પ્લાન્ટિંગમાસ્ટર પોટેટો + સચોટ પોટેટો પ્લાન્ટર છે, જે ઉચ્ચ સ્તરીય સિંગ્યુલેશન, સચોટ અને વધારે ઝડપ સાથે પ્લાન્ટિંગ સુનિશ્ચિત કરે છે તથા એમાં બટાટાનું કોઈ બિયારણ રહી જતું નથી. (સિંગ્યુલેશન એટલે એક જગ્યાએ એક બટાટાનું જ વાવેતર થાય છે અને ડબલિંગ – એક જ જગ્યાએ બે બટાટાનું વાવેતર થતું નથી).

ઉપરાંત ખેડૂતો સુનિશ્ચિત કરશે કે બટાટાનું એકસમાન ઊંડાઈ સાથે સચોટ રીતે વાવેતર થાય છે અને બિયારણથી બિયારણ વચ્ચે એકસમાન અંતર જળવાઈ રહે છે. વાવેતર થયેલા બટાટાની ઉપર બનાવેલી પટ્ટીઓ જમીન કે માટીના સંઘનનું યોગ્ય સ્તર ધરાવે છે, જે દરેક છોડને પર્યાપ્ત પાણી, સૂર્યપ્રકાશ અને વિકસવા માટે જગ્યા મળે, ગુણવત્તાયુક્ત ગાંઠ કે કંદ વિકસે એ સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે પાકની ઉપજ અને બટાટાની ગુણવત્તામાં વધારો થાય છે.

ઉપરાંત પ્લાન્ટરની ડિઝાઇન એગ્રોનોમીની પ્રેક્ટિસમાં પરિવર્તન કરવા માટે એડજસ્ટ કરી શકાશે, જેમ કે સંપૂર્ણ બટાટા કે કાપેલા બટાટા, સુરેખ વાવેતર કે ઝિગ ઝેગ વાવેતર અને વિવિધ ઊંડાઈએ વાવેતર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.