Western Times News

Gujarati News

નરેન્દ્ર મોદી અયોધ્યામાં દર વર્ષે આયોજિત થનારા દીપોત્સવના કાર્યક્રમમાં સામેલ થશે

નવીદિલ્હી, પીએમ નરેન્દ્ર મોદી દિવાળીમાં અયોધ્યામાં જઈ શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીને જાેતા પ્રધાનમંત્રીનો પ્રવાસ બહું મહત્વનો મનાઈ રહ્યો છે. એક મીડિયાના સંવાદદાતા અજીત સિંહે જણાવ્યું કે પીએમના અયોધ્યાના પ્રવાસમાં કેટલાક વધારે કાર્યક્રમ હશે. શક્ય છે કે પીએમ દીપોત્સવના દિવસે જ અયોધ્યામાં રહેશે.

મળતી જાણકારી મુજબ દીપોત્સવના કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અનેક કેન્દ્રીય મંત્રી અને યૂપી સરકારના કાબીના મંત્રી સામેલ થશે.જાેકે હજું સુધી એ સ્પષ્ટ નથી થયું કે પીએમના અયોધ્યા પહોંચવાની તારીખ શું છે આ વખતે દિવાળી ૪ નવેમ્બરે છે અને દિવાળીનો કાર્યક્રમ ધનતેરસથી એટલે કે ૨ નવેમ્બરથી શરુ થશે. તેવામાં એવું મનાઈ રહ્યું છે કે પીએમ, ધનતેરસના દિવસે અયોધ્યા આવશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત અયોધ્યાને લઈને સમય સમય પર રિપોર્ટ્‌સ લેતા રહ્યા છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાેઈએ તો અયોધ્યા આ સમયે રાજનીતિક દળોના એજન્ડોમાં છે.

એક તરફ જ્યાં બસપાએ પ્રબુદ્ધ સમ્મેલન ત્યાંથી શરુ કર્યુ કે ઓવૈસી પણ અયોધ્યા ગયા હતા. રાજા ભૈયાએ પણ અયોધ્યાથી શરુઆત કરી અને ભાજપ પણ મોટો પ્લાન બનાવી રહ્યું છે. ગત વર્ષ ૫ ઓગસ્ટે પીએમ મોદીએ રામ મંદિરના નિર્માણનો શિલાન્યાસ પણ કર્યો હતો.

વર્ષ ૨૦૧૭ની માર્ચમાં યુપીમાં ભાજપ સરકાર આવ્યા બાદ દીપોત્સવની પરંપરા શરુ થઈ. દર વર્ષે દિપાવલીના ૨ દિવસ પહેલા એટલે કે ધનતેરસના દીપોત્સવની શરુઆત થાય છે. હાલમાં જ અયોધ્યા નગર નિગમે મહાપૌર ઋષિકેશ ઉપાધ્યાયે જણાવ્યું હતુ કે આ વખતે દીપોત્સવમાં ૭ લાખ ૫૦ હજાર દિપક પ્રજ્વલિત થશે. એક વાર ફરી અવધ યુનિવર્સિટીના ૭૫૦૦ વોલેન્ટિયર સાડે સાત લાખ દિવા પ્રગટાવી પોતાનો રેકોર્ડ ફરી તોડવા માટે પ્રયાસ કરશે. આ આયોજનમાં અયોધ્યાએ જેટલા પણ ઐતિહાસિક કુંડ અને પૌરાણિક બિલ્ડિંગ છે. તેના પર દીપર પ્રજ્વલિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં આ ૫મો દીપોત્સવ હશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.